ચાલુ નાણાકીય વર્ષમાં વેચાણનો આંકડો ડબલ ડિજિટમાં આવશે તેવી આશા
દેશની અર્થવ્યવસ્થા ઝડપભેર સારી થતા જ બજારમાં રૂપિયો ફરતો થઈ ગયો છે અને ગ્રામ્ય વિસ્તારમાં દ્વિચક્રી વાહનોની માંગમાં પણ નોંધાયો છે. કોરોના બાદ અર્થવ્યવસ્થાને ઘણો ફટકો પડ્યો હતો અને મોટરસાયકલ એટલે કે દ્વિચક્રી વાહનો ની માંગમાં ઘણો ઘટાડો જોવા મળ્યો તો પરંતુ હવે અર્થ વ્યવસ્થા ટનાટન રહેતા જ સ્કૂટરની માંગમાં વધારો થયો છે અને ગ્રામ્ય વિસ્તારોમાં આશરે 55 ટકા જેટલી માંગ વધી છે. તજજ્ઞોનું માનવું છે કે સારી ખેત ઉપજ પૂરતું પાણી તથા સરકાર દ્વારા જે ખરીફ પાક માટે ટેકાના ભાવમાં વૃદ્ધિ કરી છે તેના કારણોસર ગ્રામ્ય વિસ્તારોમાં આવકમાં વધારો નોંધાયો છે અને પરિણામ સ્વરૂપે ગ્રામ્ય વિસ્તારમાં માંગ વધી છે.
સરકાર જે રીતે જગતના તાત એટલે કે ખેડૂતોની આવક બમણી કરવા માટે મહેનત કરી રહ્યું છે તેના પરિણામ સ્વરૂપે ખેડૂતોની આવકમાં પણ અનેક અંશે વધારો નોંધાયો છે અને પરિણામે તેઓ ખર્ચતા પણ થયા છે અને આ જ સ્થિતિને ધ્યાને લઈ ગ્રામ્ય માં વાહનોની માંગ વધી છે. તારા દિવસોમાં લગ્નની સીઝન અને તહેવારો આવતા હોવાથી દ્વિચક્રી વાહનોનું વેચાણ ખૂબ વધશે અને આ આંકડો ડબલ ડિજિટમાં પહોંચે તેવો આશાવાદ પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. વધુમાં દેશની અર્થવ્યવસ્થા જે રીતે વિકસિત થઈ રહી છે તેના કારણે લોકોની આવક પણ વધી છે
પરિણામે ખરીદ શક્તિમાં વધારો થતા લોકો હવે દ્વિચક્રી વાહનો ખરીદવા માટે આગળ આવી રહ્યા છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ બે મહિનામાં દ્વિચક્રી વાહનો ની બજાર 16 ટકા વધી હતી અને 28 લાખ જેટલા વાહનો નું વેચાણ થયું હતું. એટલું જ નહીં ઓટોમોબાઇલ ક્ષેત્રના તજજ્ઞોનું માનવું છે કે ચાલુ નાણાકીય વર્ષમાં બે કરોડ જેટલા વાહનોનું વેચાણ થશે. જે ગત નાણાકીય વર્ષ 2023 માં દોઢ કરોડ જેટલા વાહનોનું વેચાણ થયું હતું ત્યારે તજજ્ઞ 14 ટકા જેટલો વેચાણમાં ઉછાળો થવાની શક્યતા સેવી રહ્યા છે.