ટ્રાન્સપોર્ટ એસોસિએશનની દ્વારા નાયબ પોલીસ કમિશનર મનોહરસિંહ જાડેજાને કરાઇ રજૂઆત
લોક ડાઉનમાં તંત્ર દ્વારા શરતી મૂક્તિ આપવામાં આવ્યા બાદ ટ્રાન્સપોર્ટમાં આવતા પાર્સલની ડીલીવરી મોડી સાંજ સુધી થતી હોવાથી અને ઔદ્યોગિક એકમના મોડેથી પાર્સલ આવતા હોવાતી સાંજના ચારના બદલે સાંજના છ વાગ્યા સુધી ટ્રાન્સપોર્ટની ઓફિસ ખુલ્લી રાખવાની માગ કરી હતી. ટ્રાન્સપોર્ટ એસોસિએશનના હોદેદારોએ પોલીસ કમિશનર વતી ડીસીપી ઝોન-૨ને રજૂઆત કરી છે.હાલની લોકડાઉન ૪.૦ની પરિસ્થિતિ મુજબ સાંજે ચાર વાગે દુકાનો બંધ કરવાની સૂચના છે અને ઔદ્યોગિક એકમોને સાંજે છ વાગ્યે બંધ કરવાની માર્ગદર્શિકા આપવામાં આવેલ છે જેના કારણે ટ્રાન્સપોર્ટ બુકિંગ ઓફિસ પર ૬:૦૦ વાગ્યા સુધી માલ આવતો રહે છે, અને જિલ્લા કલેકટરની કચેરી પરથી ટ્રાન્સપોર્ટ ઓફિસ ખુલ્લી રાખવા માટેનો સમય સાંજે ૬:૦૦ વાગ્યા સુધી આપવામાં આવેલ છે.
ગઈકાલે આણંદપર-નવાગામ જે મહાનગરપાલિકા બહારનો વિસ્તાર છે ત્યાં પણ સાંજના ચાર વાગ્યે લોકલ પોલીસ લોકડાઉન ૪.૦ ના જાહેરમાં મુજબ ટ્રાન્સપોર્ટ બુકિંગ ઓફિસ બંધ પાડવા માટેનો આગ્રહ કરવામાં આવ્યો હતો જેના કારણે વિસંગતતા ઊભી થવા પામી છે. આથી આપ સાહેબને નમ્ર વિનંતી છે ટ્રાન્સપોર્ટ પાર્સલ બુકિંગ ઓફિસ ને આવશ્યક સેવા ગણી સાંજે ૬:૦૦ વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાય તેવી વ્યવસ્થા કરવા અપીલ છે. સામાન્યતા રાજકોટમાં શહેરી વિસ્તારમાં આવેલ દુકાનો તથા ઉદ્યોગ એકમો પોતાનું ખાતું બંધ કરતી વખતે પાર્સલ ડિસ્પેચ કરતા હોય જે અમારા સુધી પહોંચતા સાંજનો સમય થઈ જાય છે જેના કારણે ખૂબ મુશ્કેલીઓ ઉભી થાય છે.
મુશ્કેલીઓને પહોંચી વળવા માટે ટ્રાન્સપોર્ટ એસોસીએશનનાં પ્રમુખ હસુભાઈ ભગદેવ અને એસોસીએશનનાં સભ્યો દ્વારા નાયબ પોલીસ કમિશનર મનોહરસિંહ જાડેજાને સાંજનાં ૬ વાગ્યા સુધી ચાલુ રાખવા રજુઆત કરવામાં આવી છે.