લોકો તેમજ પશુઓ માટે અત્યંત જોખમી ગણાતા પ્લાસ્ટિકનો બેફામ ઉપયોગ : પર્યાવરણ સંસ્થાની ઉચ્ચ કક્ષાએ રજુઆત
મોરબીમાં પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. પ્લાસ્ટિકની આ વસ્તુઓ પર્યાવરણ અને પશુઓના આરોગ્ય માટે જોખમી હોવાથી પર્યાવરણ સંસ્થાએ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી પ્લાસ્ટિકની વસ્તુઓનો વપરાશ બંધ કરાવાની માંગ ઉઠાવી છે.
મોરબીની પર્યાવરણ સંસ્થાએ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી હતી કે મોરબીમાં હાનિકારક પ્લાસ્ટિકની વસ્તુઓનું છૂટથી વેચાણ થાય છે. શાક બકાલાથી માંડીને દવા, ફરસાણ, પાણીના પાઉચ , ગુલ્ફી સહિતની અનેક ખાધવસ્તુઓમાં પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. આ પ્લાસ્ટિક આરોગ્ય માટે હાનિકારક છે.
ખાધપદાર્થની પ્લાસ્ટિકની કોથળીઓ જ્યાં ત્યાં ફેંકી દેવામાં આવે છે. ત્યાર બાદ આ કોથળીઓને આરોગીને પશુઓ મોતને ભેટે છે. પશુઓના તેમજ લોકોના આરોગ્ય માટે અતિ જોખમી ગણાતા આ પ્લાસ્ટિક પરના પ્રતિબંધનો અમલ યોગ્ય રીતે થતો નથી. તંત્ર દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com