સફેદ માટલામાં જીપ્સમનો ઉપયોગ થતો હોવાની અફવાએ માટીકામનાં કારીગરોની રોજીરોટી છીનવી
થાનગઢ માટી કલાના કારીગરો પર અને કારખાનેદારો પર આર્થિક અને સામાજિક નુકસાન મજુરોની રોજીરોટી છીનવાઈ જવાની દહેશત ફેલાઈ છે. ખોટા વાયરલ થયેલ મેસેજથી માટલાની માંગમાં ઘટાડો થતા કારીગરોએ ગુનેગારોને પકડી સજા કરવાની માંગ કરી છે. થાનગઢ તેની ધરાના કારણે દેશ દુનિયામાં જાણીતું બન્યું છે. જે માટી કલાના કુશળ કારીગરો દ્વારા માટીને નવા રૂપરંગ અને આકાર આપી વાસણથી લઈ રમકડા બનાવી અહીંની મહેનતું પ્રજાનું પેટયુ રળે છે.
પરંતુ છેલ્લા કેટલાક સમયથી સફેદ માટલાને લઈ ખોટા વાયરલ મેસેજથી ચર્ચામાં છે જે વાયરલ મેસેજમાં લખ્યું છે કે આ માટલું ઘરમાં ન રાખવું સફેદ માટલાને બનાવવા જીપસનનો ઉપયોગ થાય છે અને જી.એન.એફ.સી.ના કચરામાંથી બનેલું હોય છે જે કેન્સર જેવી ગંભીર બિમારી ફેલાવે છે. આ વાહીયાત અને તથ્યો વગરના વાયરલ મેસેજ માટીકલાના કારીગરો કુંભાર ભાઈઓ અને બહેનોની મુસીબત વધારી દીધી છે અને આર્થિક રીતે નુકસાન થઈ રહ્યું છે. રોજની ડઝન ગાડી બહાર વેચતા વેપારી આજે નવરા ધુપ થઈને બેઠા છે જે સફેદ માટલાને કાળુ ટીલુ લાગ્યું છે તેના કારણે જે વેપારીના ઓર્ડર મળ્યા હતા એ પણ કેન્સલ થઈ જતા હજારો મજુર કારીગર અને કારખાનેદાર ટ્રાન્સફરો માટેના ખટારાવાળાની રોજીરોટી છીનવાઈ ગઈ છે. આ મુસીબતથી લડવા અને ખોટા મેસેજ વાયરલ કરનારાને પકડી પાડવા કારખાનેદારો એકઠા થઈને માંગ કરી છે.
આ માટલા બનાવતા કારખાનેદારોનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, સફેદ માટલા અહીંની માટીમાંથી જ બનાવવામાં આવે છે જે પદાર્થની વાત મેસેજમાં કરી છે તે સત્યથી વેગળી છે અમે આ માટીને ૯૦૦ ડિગ્રી સુધી તાપમાનમાં રાખીને બનાવી છીએ. જેથી કાળી માટી સફેદ રંગમાં બદલી જાય છે. જે સરકારને પણ ખબર છે આ માટલુ જુની પરંપરા મુજબ જ બનાવવામાં આવે છે. માત્ર સાધનો વઘ્યા છે બાકી આ માટલામાં પાણી પીવાથી કોઈ નુકસાન થયું નથી જે અમે વરસોથી માટલા બનાવી અને વેચી પણ છીએ કોઈ માંદા પડયાનું પણ સામે આવ્યું નથી જે વાહીયાત વાત પર ધ્યાન ન આપવા અપીલ કરી આવા લુખ્ખા તત્વોને પકડી સજા કરવા માંગ ઉઠી છે. તદુપરાંત આ ધરા ગુજરાત અને સિમાડા વટી દેશ દુનિયામાં તેના આગવા અંદાજથી હાસ્ય પિરસનાર શાહબુદીન રાઠોડ સાથે વાત કરી હતી અને તેઓએ જણાવયું હતું કે, મારી ફેમીલી માટીના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને હું તો આજ માટી ખુદી મોટો થયો છું. આ મેસેજમાં જ કેમીકલની વાત છે તે અહીંના કારીગરોએ નામ પણ નથી સાંભળ્યું તો જોવે કયાંથી અને ઉપયોગમાં લેવાની વાત તો દુરની ખોટી છે આ કોઈ હરીફ ધંધાર્થીએ થાનના કારીગરોને નુકસાન થાય તેવા હેતુથી આવું કૃત્ય કર્યું છે જે આ થાનગઢના કારીગરોની મુશ્કેલી વધારી છે પણ લોકોએ આવા ખોટા મેસેજ ફેલાવનારને પાઠ ભણાવવા ખોટી અફવા ફેલાવનારને સફેદ માટલા પર કાળુ કલંક લગાડનારને સજા કરવા માંગ કરી છે.