વાહનો અને તેના સ્પેરપાર્ટસના વેચાણ પર ૧૦ ટકાની હંગામી કરરાહત આપીને ઓટોમોબાઈલ સેકટરને મંદીમાંથી ઉગારવા રજૂઆત
દેશભરમાં ફેલાયેલા કોરોનાના કહેર અને તેને રોકવા જાહેર કરાયેલા લોકડાઉનના કારણે મોટાભાગના ધંધા-વ્યવસાયોની માઠી બેસવા પામી છે. આ માઠીમાં ઓટોમોબાઈલ સેકટરનો પણ સમાવેશ થાય છે. છેલ્લા લાંબા સમયથી મંદીનો સામનો કરી રહેલા ઓટો મોબાઈલ સેકટરને લોકડાઉનના કારણે ભારે નુકશાની વેઠવાનો સમય આવ્યો છે. ઉપરાંત વર્તમાન સ્થિતિ જોતા લોકડાઉન ઉઠવાના છ માસ સુધી ઓટોમોબાઈલ સેકટર આ ખરાબ સ્થિતિમાંથી બહાર આવી શકશે નહી તેમ મનાય રહ્યું છે. જેથી વાહન ઉત્પાદક કંપનીઓએ તેમના ક્ષેત્રને આર્થિક કટોકટીમાં ઉગારવા સરકાર પાસે કર રાહતો આપવાની માંગ કરી છે.
કોરોના લોકડાઉનના પગલે ધંધા ઉઘોગ અને રોજગારી ક્ષેત્રે આવી પડેલી મંદીમાંથી પુન: બેઠા થવા માટે વાહન ઉત્પાદક કંપનીઓની સાથે સાથે જુના વાહનોના ધંધાર્થીઓ પણ સરકાર પાસેથી હંગામી ધોરણે ૩ર અને વેરાઓમાં રાહત મળે તેવી અપેક્ષા સેવી રહ્યા છે. આર્થિક મંદીને દુર કરી ઓટો મોઇબાલ ઉઘોગ ફરીથી બેઠુ થાય તે માટે કર રાહતની આવશ્યકતા હોવાની માંગ ઉઠી છે. વાહન ઉઘોગમાં મંદીનો દોર ચાલી રહ્યો છે. ૨૦૨૦ના માર્ચ ના અંતિમ સપ્તાહ સુધીમાં પેસેન્જર વાહનોની ભારતની બજારમાં ૧૮ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. ગયા વર્ષે નબળા આર્થિક વૃઘ્ધિદરના કારણે અને રાષ્ટ્રવ્યાપી લોકડાઉનને વાહન ઉદ્યોગની મંદીને વધુ ધેરી બનાવી છે.
ધ સોસાયટી ઓઇ ઇન્ડીયા ઓટો મોબાઇલ મેન્યુયફેચરએ કે જે મારૂતિ સુઝુકી, ટાટા મોટર અને વોકસવેગન, એ.જી. અને ટોયોટા જેવી વિશ્ર્વ પ્રસિઘ્ધ કંપનીઓના સભ્યપદ ધરાવતી છે. આ સંગઠને સરકારી સહાયની માંગ કરી છે. ઓટોમોબાઇલ કંપનીઓ સરકાર પાસેથી હંગામી ધોરણે તમામ વાહનોના વેચાણ અને સ્પેર પાર્ટસમાં ૧૦ ટકા ની ૩ર રાહત મેળવવા ઇચ્છે છે ઇન્સેટીવ અને કરકપાતના રૂપમાં અથવા તો જુની કાર રદ્દીમાં કાઢનાર માલીકોને રિબેટના રુપમાં રાહત મળવી જોઇએ. આ કર રાહત કેટલા સમય માટે મળવી જોઇએ. તેનું કોઇ સ્પષ્ટ વિવરણ કરવામાં આવ્યું નથી. પરંતુ તે હંગામી ધોરણે મળવું જોઇએ તેવી માંગ કરી છે.
દેશના ઓટોમોબાઇલ ઉઘોગ, ઉત્પાદન ક્ષેત્રની કરોડરજજુ ગણાય છે. રોજગારીનું સર્જન અને અર્થતંત્રને સઘ્ધર બનાવતાં આ ક્ષેત્રના દેશના ઉત્પાદન ક્ષેત્રનું મહત્વનું અંગ ગણાય છે. આ સોસાયટીના પ્રમુખ રાજન વાઢેરાઓ એક નિવેદનમાં જણાવ્યું હતું કે કોરોના કટોકટીને લઇને આવેલી ધેરી મંદીને લઇને ઉઘોગ ને આર્થિક પીઠબળ આપવું અનિવાર્ય બન્યું છે. સામાન્ય રીતે અન્ય ઉઘોગોની જેમ ઓટો મોબાઇલ ઉઘોગ પણ લોકડાઉનને લઇને ઠપ્પ થઇ જવા પામ્યું છે. વાહનોના શોરૂમ લોકડાઉન જાહેર કર્યુ ત્યારથી બંધ છે અને ૩ મે સુધી બંધ રહેશે. કોરોના મહામારીના પગલે પેસેન્જર વાહનોના વેચાણ અને ડીલેવરીમાં વિલંબ ચાલી રહેલ હોવાનું જણાવ્યું હતું. ગયા વર્ષે ૧૮ ટકા ના બદલે આ વખતે ર૧ ટકા ના દરે આ ઉઘોગના વિકાસની પૂર્વ ધારણા બાંધવામાં આવી છે.
દેશના અર્થતંત્રની પુન: ધબકતું કરવા માટે ગઇકાલે રીઝર્વ બેંકે અર્થતંત્રને વેગવાન બનાવવા કેટલીક રાહતોની હિમાયત કરી છે ત્યારે મંદીનો ભોગ બનેલા વાહન ઉત્પાદક ઉઘોગ અને સ્પેરપાર્ટસ બનાવતી કંપનીઓએ સરકાર પાસે રાહતની માંગણી કરી છે. રીઝર્વ બેંકએ બેંકીગ ક્ષેત્રને પોતાની મૂડી વણ વપરાયેલી રાખવાને બદલે અર્થતંત્રને ચેતનવંતુ બનાવવા મૂડીને બજારમાં ફરતી કરવાની હિમાયત સાથે અર્થતંત્રને ધબકતું રાખવા માટે આવશ્યક ઉદાર પગલા લેવા સલાહ આપી છે. ત્યારે વાહન બનાવતા ઉઘોગોએ સરકાર સમક્ષ કર રાહત સહિતની માંગણીનો સ્વીકાર થાય તેવો દાણો દબાવી જોયો છે.