શ્રી રાષ્ટ્રીય રાજપુત કરણી સેના દ્વારા પોલીસ કમિશનરને આપ્યું આવેદનપત્ર.
શ્રી રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાએ એક એવું સામાજિક સંગઠન છે જેને હંમેશા માનવતાની દ્રષ્ટિએ ઘણા નિર્બળ, નિ:સહાય વ્યકિતઓને થતા અન્યાય સામે અવાજ ઉઠાવ્યો છે અને યોગ્ય ન્યાય અપાવ્યો છે. જયારે ભારતીય સંસ્કૃતિની વાત હોય ત્યારે ખરેખર દરેક ભારતીયે પોતાની સંસ્કૃતિના જતન માટે કંઈક કરી છુટવું જોઈએ.
પરંતુ પુજા પ્રજાપતિ નામની વ્યકિતએ સોશ્યલ મીડિયામાં માં પદ્માવતી વિશે એક ટીપ્પણી કરી છે અને સાથે સાથે શ્રી રાષ્ટ્રીય રાજપુત કરણી સેના સંગઠને પદ્માવત ફિલ્મનો વિરોધ પોતાની સંસ્કૃતિના જતન માટે કરેલો જેનો પણ ખોટી રીતે ઉલ્લેખ કર્યો છે. સતી માર્ં પદ્માવતી કે જેનું બલિદાન આ દેશ માટે આ દેશની નારીઓ માટે ઉદાહરણરૂપ છે.
માં પદ્માવતીનું બલિદાન ભારત વર્ષની પરંપરાઓ માટે ગૌરવ લેવા જેવી બાબત છે ત્યારે એક નારી થઈને આ પુજા પ્રજાપતિએ રાજપુત સમાજને માટે ટીપ્પણી કરી છે અને જે ઘટના ભારતવર્ષના ઈતિહાસમાં કયારેય બની જ નથી એ ઘટનાનો ઉલ્લેખ કરીને સમગ્ર ક્ષત્રિય રાજપુત સમાજ અને સમગ્ર દેશની નારીઓની લાગણીઓને ઠેસ પહોંચાડી છે ત્યારે શ્રી રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાની માંગ છે કે આ અસભ્ય ભાષાનો પ્રયોગ કરનાર સામાજિક જ્ઞાનના ધરાવનાર આ વ્યકિત વિરુઘ્ધ કડકમાં કડક કાયદાકીય પગલા લેવામાં આવે જેથી ભવિષ્યમાં આ ઘટનાનું પુનરાવર્તન ના થાય અને આપણી ગૌરવવંતી સંસ્કૃતિનું જતન થઈ શકે સત્વરે પગલા લેવા માંગ કરવામાં આવી છે.