રાફેલ મુદે સુપ્રીમ કોર્ટના આદેશનું મનઘડત અર્થઘટન કરીને વડાપ્રધાન

મોદી પર રાજકીય આક્ષેપો કર્યાની ભાજપના સાંસદ મીનાક્ષી લેખીની રાવ

દેશની સુપ્રીમ કોર્ટમાં સોમવારે ભાજપ સાંસદે મિનાક્ષી લેખીની રાહુલ ગાંધી સામે અદાલતની અવમાનનાનો કેસ દાખલ કરવાની માંગની સુનાવણી હાથ ધરવામાં આવશે. રાહુલ ગાંધીએ એપેક્ષકોર્ટના વડાપ્રધાન નરેન્દ્રમોદી સરકારને રાફેલ મુદે કલીનચીટ આપવાની અરજીનો અસ્વીકાર કરવાનાં ચૂકાદા સામે રાહુલ ગાંધીની અવ્યવહા‚ ટવીટની સામે કોર્ટના અનાદર અંગે પગલા લેવા સુપ્રીમ કોર્ટની દાદ માંગી છે.

સોમવારે ભાજપના સાંસદ મિનાક્ષી લેખીની આ અરજીની સુનાવણી મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ અને સંજીવ ખન્નાની અદાલતમાં થશે વરિષ્ઠ ધારાશાસ્ત્રી મુકુલ રોહતંગીએ અદાલતમાં આ સુનાવણી વહેલી તકે શરૂ કરવાની અરજી અંગે કોર્ટમાં પોતાનો પક્ષ રાખ્યો હતો.

સોમવારે જે અરજીની સુનાવણી થવાની છે તેમાંભાજપના સાંસદ મિનાક્ષીલેખીએ રાહુલ સામેઅદાલતની અવગણનાની કાર્યવાહીનીમાંગ કરી છે. આ અરજીમાં લેખીએ કહ્યું છે કે સુપ્રીમ કોર્ટે પ્રશાંત ભૂષણ અને યશવંતસિંહા અને અ‚ણશોરીએ કેન્દ્રના વિરોધને ખારીજ કરવાના નિર્ણય સામે કોંગ્રેસના પ્રમુખે ટીવીચેનલો સામે નિવેદન કર્યુ હતુ કે હવે સુપ્રીમ કોર્ટ પણ સ્વીકાર કર્યો છે કે ચોકીદારે ચોરી કરી છે. કોર્ટે કહ્યું હતુ કે રાફેલ સોદામાં બે વ્યકિતઓએ ભ્રષ્ટાચાર કર્યો છે. તેમાં એક નરેન્દ્રમોદી અને બીજા છે અનિલ અંબાણી ચોકીદારે દેશ પાસેથી ૩૦ હજાર કરોડ તફડાવીને અનિલ અંબાણીને આપી દીધા છે.

ભાજપના સાંસદે જણાવ્યું છે કે સુપ્રિમ કોર્ટે માત્ર રિવ્યુપિટિશનની સુનાવણીનો નિર્ણય લીધો હતો. કોર્ટે એકપણ શબ્દ કે ભ્રષ્ટાચાર રાફેલ સાથેનો ભ્રષ્ટાચાર હોવાનો એકપણ શબ્દ ઉચ્ચાર્યો નથી ભ્રષ્ટાચાર અને વડાપ્રધાનની સંડોવણી અંગે કોર્ટે કંઈજ કહ્યું નથી. રિવ્યુપિટિશનમાં વડાપ્રધાન મોદીએ ભ્રષ્ટાચાર કર્યો હોય તેવું કયાંક ઉલ્લેખ કે એકપણ શબ્દ નથી.

રાહુલ સામે ૧૯૭૧ના ક્ધટેમઓફ કોર્ટ કાયદા અન્વયે કામ ચલાવવાની માંગણી કરવામાં આવી છે. સાંસદ લેખીએ ધારાશાસ્ત્રીએ અરજી દાખલ કરી છે સાંસદ લેખીએ જણાવ્યું છે કે રાહુલ ગાંધીના ટવીટમાં સુપ્રિમ કોર્ટનાં આદેશને સમજયા વિના વિકૃત પૃથ્થકરણકરીને કોર્ટનો અનાદર કર્યો છે. રાહુલનું આ નિવેદન માત્ર વડાપ્રધાન સામેજ નહિ પરંતુ સમગ્ર દેશની જનતા સામે ખોટો માહોલ ઉભો કરવાનો ઈરાદો ગણવો જોઈએ.

૧૦મી એપ્રીલે સુપ્રીમ કોર્ટે ચાર મહિના પહેલા જુના ચુકાદામા એનડીએ સરકારને કલીનચીટ આપવાના ચૂકાદાની રિવ્યુપિટિશન ફાઈલ કરવામાં આવી હતી કોર્ટે તે ખારીજ કરી હતી. રાહુલ ગાંધીએ કોર્ટના વલણનો પોતાની રીતે અર્થ ઘટન કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે કરેલા આક્ષેપો ના પગલે હવે રાહુલ ગાંધી સામે અદાલતની અવગણનાનો કેસ કરવા ભાજપના સાંસદે મેદાનમાં ઉતરતા ચૂંટણીના ધમધમાટના આ માહોલમાં ભાજપના સાંસદના આ અરજીઓ રાજકીય રીતે ચકચાર જગાવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.