પાલિકાના સદસ્યોએ ચીફ ઓફીસર તેમજ પ્રદુષણ વિભાગને પાઠવ્યું આવેદન
જેતપુર શહેરના સાડી ઉદ્યોગો માં બોઇલર ધરાવતા એકમો દ્વારા લિગ્નાઇટ નો ઉપયોગ કરી જાહેરમાં ફેલાવતું હવા પ્રદુષણ રોકવા પાલિકા સદસ્ય એ આવેદન આપ્યું હતું
શહેરના ધોરાજી રોડ પર આવેલ સાડી છાપકામ માટે સાડી ઉદ્યોગો દ્વારા ચીમની ની બોઈલર વાળા એકમો જેમાં નિશાન એક્ક્ષપોર્ટ, જયશી ડાઇંગમ બાલકૃષ્ણ ડાઇંગ , ઇમ્પિરિરલ ટેક્સટાઇલ ,અમીવર્ષ ડાઇંગ,સૌભગ્ય ડાઇંગ,અતુંલા ડાઇંગ તેમજ સામે કાંઠે આવેલ સુરેશ પ્રિન્ટ,ક્રિષ્ના કોટન વિગેરે એકમો દ્વારા બોઇલરો માં લિગ્નાઇટ કોલસો ઉપયોગ કરવામાં આવે છે અને આસપાસ માં રહેતા લોકો ના જીવ પર જોખમ ઉભું થાય તેવી સ્થિતિ ઉભી થઇ છે આ વિસ્તારમાં રહેતા રહીશો રાત્રી ના સમય માં પોતાના ઘરની બહાર કે પોતાની જ મકાન ની અગાશી પર આરામ થી સુઈ પણ નથી શકતા
જેથી આવા એકમો પર વાયુ પ્રદુષણ ફેલાવી જાહેર જાણતા તેમજ પરિવારણ સામેં ત્રાસદાયક કાર્ય ગણી સી.આર.પી.સી કલમ ૧૩૮ મુજબ કાનૂની કાર્યવાહી કરવા અંગે પાલિકા સદસ્ય મોહમ્મદભાઈ સાંધ દ્વારા લેખિત માં પાલિકા ચીફ તેમજ પ્રદુષણ વિભાગ ગાંધીનગર ને આવેદન આપવામાં આવ્યું છે