રાજકોટ જિલ્લાના ત્રણ તાલુકાના ૧૮ જેટલા ગામોને પી.જી.વી.એસ કચેરી માટે અલગ અલગ કચેરિયોમાં વિભાજીત કરી નાખવામાં આવેલ છે જેને પગલે આ ગામોના ખેડૂતો તેમજ ગામ લોકોને ભારે હાલાકી સહન કરવાનો વારો આવ્યો છે
આ ૧૮ ગામના વચ્ચે માધ્યમાં વીરપુર ની આસપાસ એક નવી પી.જી.વી.એલ કચેરી સ્થાપવામાં સ્થપાવામાં આવે તો આ તમામ ગામના લોકોને તેમના ગામો ની વીજ ફરિયાદ,બિલ ભરવા જેવી મહત્વની કામગીરી માટે ૩૦ કિલોમીટરથી પણ વધુ અંતરે આવેલ અન્ય કચેરી માં જે જવું પડે છે તેનું અંતર ઘટી જાય અને મુશ્કેલીનો અંત આવે.
આ તમામ ગામના આગેવાનો તેમજ રાજકોટ ખેડૂત સમાજના પ્રમુખ ચેતનભાઈ ગાઢિયાની આગેવાની હેઠળ જેતપુરની પી.જી.વી. સી.એલ કચેરી ખાતે ફૂલ તેમજ બીલીપત્ર આપી આવેદન આપવામાં આવ્યું હતું અને તેમની માંગણી જલ્દી પૂર્ણ કરવામાં આવે તેવી રજુવાત કરવામાં આવેલ હતી.