બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના મેમ્બરોએ વિડિયો કોન્ફરન્સથી યોજી બેઠક: વકીલોની આર્થિક સ્થિતિ, કેસોનુ વધતુ જતુ ભારણ અને લોકોને ઝડપી ન્યાય મળે તેવા હેતુથી તાત્કાલીક કામગીરી ચાલુ કરવા ચીફ જસ્ટીસને પત્ર લખતી બાર કાઉન્સિલ ઓફ ગુજરાત
કોરોનાની વૈશ્વિક મહામારીને ડામવા લોકડાઉન કરવામાં આવ્યું હતુ. છેલ્લા અઢી વર્ષ માસથી અદાલતોમાં માત્ર અરજન્ટ કામગીરી ચાલુ હતી ત્યારે અનલોક-૧ માં મોટાભાગની છૂટછાટ આપવામાં આવી છે ત્યારે અદાલતોમાં પુન: કામગીરી ચાલુ કરવા હાઈકોર્ટના ચીફ જસ્ટીસને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે પત્ર લખ્યો છે જ્યારે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડીયાના મેમ્બરો દ્વારા વિડીયો કોન્ફરન્સથી બેઠક બોલાવી અને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસને રજૂઆત કરવા માંગકરી છે.
વધુ વિગત મુજબ કોરોનાના વાઈરસને ડામવા કેન્દ્ર સરકાર દ્વારા ચાર-ચાર લોકડાઉન કરવામાં આવ્યું હતુ જેના પગલે સુપ્રિમ કોર્ટથી લઈ તાલુકા કક્ષાની અદાલતોમાં માત્ર અરજન્ટ કામગીરી ચાલતી હતી. અનલોક-૧ માં સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવતા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મેમ્બરો દ્વારા હાઈકોર્ટમાં ચીફ જસ્ટીસને પત્ર લખી લાંબા સમયથી કોર્ટની કામગીરી બંધ હોય આથી વકીલોની આર્થીક સ્થિતી કફોડી બની હોય તેમજ કેસનો અને કામનુ ભારણ વઘ્યુ છે તેવા સંજોગોમાં કોર્ટની કાર્યવાહી પુન: ચાલુ કરવા માંગ કરી છે તેમજ સાથે-સાથે રાજ્યમાં ક્ધટેમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોની અદાલતોમાં કામકાજ શરૂ થાય તેવી માંગ ઉઠાવી છે.
જ્યારે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડીયાના મેમ્બરોની વિડીયો કોન્ફરન્સથી મીટીંગ મળી હતી. જેમાં બજારો ધમધમી રહી છે રેસ્ટોરન્ટો, હોટલો અને મંદિરો ખોલવાની સરકારની ગાઈડલાઈન પ્રમાણે મંજુરી આપવામાં આવી રહી છે. ત્યારે અદાલતોમાં પુન: કામગીરી ચાલુ થાય તેવી બાર કાઉન્સિલ ઓફ ઈન્ડીયાના ચેરમેન મનન મીશ્રા સાથે ચર્ચા કરવામાં આવી છે જ્યારે મનન મીશ્રાએ સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસને આ મામલે રજૂઆત કરવાની ખાત્રી આપી છે. આ બેઠકમાં બાર કાઉન્સિલ ઓફ ઈન્ડીયાના ચેમ્બર દિલીપ પટેલે ઉપસ્થિત રહી રજૂઆત કરી હતી.