ભારત દેશ તેની સંસ્કૃતિ, રૂઢીઓ, રિવાજો, મંદીરો, કિલ્લાઓ રાજમહેલો અને ઇમારતોથી અત્યંત ધનિક દેશ ગણાતો હતો. ભારતના પ્રખ્યાત અને લોકપ્રિય પુરાતત્વીય શિલાલેખો અને ઇમારતો જેવી કે તાજ મહેલ, ઇન્ડીયા ગેઇટ, આગ્રા કોર્ટ વગેરે ગુજરાત પ્રદેશના પુરાતત્વીય ઇમારતોમાં અદાલજની વાવ, સીદી સૈયદની જાળી, મોઢેરા સૂર્ય મંદીર, અશોક શિલાલેખ, મહાત્મા મંદીર પોરબંદર, સોમનાથ મંદીર વગેરેનો સમાવેશ થાય છે સુ.નગર જીલ્લાના સુપ્રસિઘ્ધ વૈશ્ર્વિક વારસામાં વઢવાણની ફરતે આવેલ ગઢ (કિલ્લો) માધાવાવ, રાણકદેવી મંદીર, હવા મહેલ, ગંગાવાવ, વગેરેનો સમાવેશ થાય છે.
વઢવાણ શહેરના ભોગાવા નદી કાંઠે રીવર ફ્રન્ટ બનાવવા જઇ રહ્યા છે. ત્યારે વઢવાણની ફરતી આવેલ ગઢ (કિલ્લો) અત્યંત જર્જરીત થઇ ગયેલ છે. ઘણી બધી જગ્યાએ તુટી ગયેલ છે. તો કિલ્લાનું સીમેન્ટ દ્વારા સમારકામ કરાવવામાં આવે આ માટે પુરાતત્વ વિભાગ અને ગુજરાત ટુરીઝમ વિભાગ ધાર્મિક ઐતિહાસિક સ્થળ તરીકે વિકાસ નિગમને વઢવાણ, સુ.નગરની પ્રજા તરીકે વૈશ્ર્વિક વારસાની જાળવણી અર્થે અને અન્ય પુરાતન સ્થાનોની માવજત કરવામાં આવે છે તેવી જ રીતે વઢવાણ ફરતી આવેલા ગઢની પણ માવજત કરવામાં આવે તેવા પ્રયાસો થાય તેવી જાયન્ટ ગ્રુપ ઓફ વર્ધમાન પુરી દ્વારા માંગ ઉઠી છે.