યુવા આગેવાન અજય શિયાળની કેન્દ્રિય મંત્રીને લેખીત રજૂઆત
રાજુલા મહુવા નેશનલ હાઈવેનું સમારકામ અને ફોરેલેનની કામગીરી ઝડપથી શરૂ કરવા રાજુલાના યુવા આગેવાન અજય શિયાળે કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીને પત્ર લખી રજૂઆત કરી છે.
રાજુલા નાં યુવા આગેવાન અજય શિયાળ દ્વારા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ને પત્ર લખતા જણાવ્યું હતું કે ્ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે 8 ઈ માં મહુવાથી રાજુલા ફોરલેનનું કામ ધણાં સમયથી બંધ છે તેમજ જૂનો હાઈવે પણ એકદમ બિસ્માર હાલતમાં છે ખરાબ રોડનાં કારણે વાહનચાલકો હાઈવે ને બદલે અન્ય રસ્તે ચાલવાનું પસંદ કરી રહ્યા છે એસટી વિભાગ તથા ખાનગી બસો પણ આ રૂટ પરથી ઓછી ચાલે છે આ અંગે અનેકવાર રજૂઆતો છતાં અધિકારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી તેનાં લીધે વાહનચાલકો ખૂબજ હેરાન થઈ રહ્યા છે નેશનલ હાઇવે ની આ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા માટે શરમજનક બાબત કહેવાય જો નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા આ રોડનું સમારકામના કરાવી શકતી હોય તો થોડા સમય સુધી રાજ્ય સરકાર હસ્તક સોંપી પ્રશ્ર્નનું નિરાકરણ લાવવા માં આવે. વધુમાં જૂનાં નેશનલ હાઇવેનું રિસરફેસિંગ કામ તથા ફોરલેન રોડનું કામ ઝડપથી ચાલું કરવા માંગ કરી હતી આગામી દિવસોમાં તંત્ર દ્વારા આ અંગે ઝડપથી કામ ચાલુ કરવા તથા સમારકામ કરવા માટે જરૂરી કાર્યવાહી કરે છે કે નેશનલ હાઇવે ની એજ હાલત રહેશે એ તો હવે આવનારો સમય જ બતાવશે.
ટ્રાન્સપોર્ટ એસો.નું પ્રાંત અધિકારીને આવેદન: ચકકાજામની ચીમકી
ભાવનગર , સોમનાથ નેશનલ હાઇવેના સમારકામ બાબત રાજુલા-જાફરાબાદ ટ્રાન્સપોર્ટ એસોસિયેશને રાજુલા પ્રાંત અધિકારી કચેરી ખાતે આવેદન આપ્યુું છે. સાથે ટ્રાન્સપોર્ટરો દ્વારા જણાવાયું હતું કે હાલ નાગેશ્રી , હિંડોરણા , પીપાવાવ ચોકડી, મહુવા, તળાજા સુધી નો નેશનલ હાઇવે રોડ ખૂબ જ બિસ્માર હાલત માં છે અને ખુબજ ખરાબ હાલત હોવા છતાં ટોલ ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે. વધુમાં ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા જણાવ્યું છે કે તાત્કાલિક ધોરણે આ રોડની તપાસ કરવામાં આવે અને હાલ જે રોડ નું કામ બંધ પડેલું છે તેને શરૂ કરવામાં આવે અને જ્યાં સુધી નેશનલ હાઇવે નું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ખરાબ રોડનું સમારકામ કરવા પીપાવાવ કોવાયા ટ્રાન્સપોર્ટ એસોસિએશનની માંગ છે. જો આવતા દિવસોમાં ઉકેલ જો કરવામાં નહિ આવે તો મજબુરી પીપાવાવ ક્ધટેનર ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને અસ્ટ્રાટેક સિમેન્ટ ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને રાજુલા – જાફરાબાદ ટ્રક એસોસિયેશન દ્વારા રોડ બંધ આંદોલન / ચક્કાજામ કરવામાં આવશે અને હડતાળ પર ઉતારવાની પરિસ્થિતિ સર્જાશે. તેમ અંતમાં ચકકાજામની ચીમકી પણ ઉચ્ચારી છે.