કલેકટરને લેખિતમાં આવેદન આપી રજૂઆત કરાઈ
વંથલીના ખોરસા સ્થિત વ્યંકટેશ મંદિરના પ્રમુખ અને સ્વામી શ્યામનારાયણ સામે ઉઠેલા આક્ષેપો બાદ તાલાલા પંથકના ૩૫૧ સેવકોએ સ્વામીના તરફે આવેદનપત્ર આપતા આ બાબતમાં નવો વળાંક આવ્યો છે, અને આવેદન પત્રમાં જણાવાયું છે કે, અગાઉ અમુક ગણ્યા ગાંઠયા લોકોએ જે આવેદન પત્ર આપેલ છે, તેમાં અમો કોઈ સાથે નથી, આ સ્વામીને ગાદી પરથી ઉતારવાનું અને મંદિરને બદનામ કરવાનું ષડયંત્ર છે.
ગઇકાલે વંથલીના ખોરાસાં સ્થિત રામાનુજ સંપ્રદાયના ભગવાન વ્યંકટેશ મંદિરના તાલાલા વિસ્તારના ધાબા, બોરવાવ, ભોજદે અને હડમતીયા ગામના ૩૫૧ જેટલા સેવકોની સહિ વાળું એક આવેદપત્ર જિલ્લા વહીવટી તંત્રને પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવાયું છે કે, અગાઉ અમુક ગણ્યા ગાંઠયા લોકોએ જે આવેદન પત્ર આપેલ છે, તેમાં અમો મંદિરના સેવકોએ કે કોઈ ભકતોએ સહિ કરેલ નથી, અમે અમો આવેદન પત્ર આપનારા લોકો સાથે નથી, અગાઉ જે આવેદન પત્ર પાઠવવામાં આવેલ છે તે માત્ર મંદિરના સ્વામીને ગાદી પરથી ઉતારી જગ્યા હડપ કરવાનુ અને મંદિરને બદનામ કરવાનું ષડયંત્ર છે, આવા લોકો સામે પગલાં ભરવા જોઇએ.