કૃષિ પ્રધાન ભારતમાં કપાસની ખેતી મહત્વની રોકડ ઉપજ તરીકે ખેડૂતો માટે પસંદગીની ખેતી છે. કપાસના ખેડૂતો માટે કાપડ ઉદ્યોગનો વિકાસ અનિવાર્ય છે ત્યારે રાષ્ટ્રીય કાપડ અને ઉદ્યોગ સમીતી એનસીટીસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ કાપડ માટેના વિસ્પોટેપલ ફાયબર અને એન્ટી ડમ્પીંગ ડયૂટી હટાવવાની માંગ કરી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતનો માલ વેંચવામાં સરળતા રહે તે માટે ઉત્પાદન ખર્ચ ઘટાડવું અનિવાર્ય છે. ટેકસટાઈલ્સ ઉદ્યોગના પ્રતિનિધિઓએ વડાપ્રધાનને રૂબરૂ મળી એન્ટી ડમ્પીંગ હયૂટી હટાવવા માંગ કરી છે. ૩૫૦ બિલીયન અમેરિકન ડોલરની નિકાસને પહોંચી વળવા માટે તમામ પ્રકારના આયાતી દોરા ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટીના નિયંત્રણથી ઘરેલું ઉત્પાદન અને તેની નિકાસને વેગ આપી શકાય. તમામ પ્રકારના વીએસએફ પાવરલુમ ઉદ્યોગો તામિલનાડુ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વીએસએફના ભાવ વધારાને લઈને મુશ્કેલીનો અનુભવ કરી રહી છે ત્યારે એન્ટી ડમ્પીંગ ડયૂટી અને વધારાના કર હટાવીને વીએસએફની પડતર ઓછી કરીને નિકાસ ક્ષેત્રને બળવતર બનાવવા માંગ કરી છે.
Trending
- ઈન્નરવ્હીલ ક્લબ ઑફ ઉમરગામ દ્વારા ટર્ફ ક્રિકેટ ટૂર્નામેંટનું આયોજન કરાયું
- Surat: કારમાંથી ઝડપાયો 6.21લાખના મુદ્દામાલનો વિદેશી દારૂનો જથ્થો
- Morbi: ટંકારામાં યુવક સાથે યુવતીએ લગ્ન કરી એક લાખની કરી છેતરપિંડી
- Surat: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે 2959 આવાસોનો કરાયો કોમ્પ્યુટરાઈઝ ડ્રો
- મારી યોજના પોર્ટલ: ગુજરાતે સ્થાપિત કર્યું સુશાસનનું વધુ એક ઉદાહરણ
- Morbi: યુ-કેજી વિદ્યાર્થીઓ દ્વારા વિશિષ્ટ ફનફેરનું કરાયું આયોજન
- “ડિજિટલ ગુજરાત” પ્રોજેક્ટની વિશેષ સિદ્ધિ
- Jasdan: પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ રૂ.230 લાખના ખર્ચે બનનાર પુલનું કર્યું ખાતમુહૂર્ત