ગુજરાત સાથે ઓખા મંડળ, દેવભુમિ દ્વારકા માછીમારી ઉદ્યોગને બચાવવા સરકારી તંત્રને અપીલ
સમય, સ્થિતિ અને કાળ ક્યારેય યથાવત રહેતા નથી… એક જમાનામાં જામનગરનું રજવાળુ મોતિયોવાળા જામ તરીકે ઓળખ ધરાવતું હતું. જામનગરના દરિયામાં મોતિ પકવતી માછલીઓ મબલખ આવક રળીને આપતી હતી. ચોમાસાના ‘સ્વાત’ નક્ષત્રમાં આવતો વરસાદ જામનગરના દરિયામાં પાકતી માછલીઓ મોઢામાં જીલી લેતા વરસાદનું પાણીનું ટીપુ મોતી બની જતું હતું. દેશના તમામ રજવાડાઓમાં જામનગર સૌથી સમૃધ્ધ રજવાળુ મત્સ્ય પેદાસ અને મોતિયોના ઉત્પાદનથી બની રહ્યું હતું. હવે જામનગરની દરિયા ખેતી સમય, સંજોગો અને પરિસ્થિતિને લઈને મૃતપ્રાય બની જતી હોય તેવી પરિસ્થિતિ વચ્ચે ગુજરાતી સાથે ઓખા મંડળ, દેવભૂમિ દ્વારકામાં માછીમારી ઉદ્યોગ પાયમાલીના આરે પહોંચી ગયો હોય તેને બચાવવા લોકમાંગ ઉઠી છે.
ઓખા મંડળ, દેવભૂમિ દ્વારકામાં આ વર્ષે માછીમારીની સીજન પાંચ મહિના વહેલી બંધ થઈ જતાં હજ્જારો પરિવારો બેકારીના ખપ્પરમાં હોમાઈ ગયા છે. દેશના અર્થતંત્રને ધબકતું રાખતું અને દેશને કરોડો રૂપિયાનું વિદેશી હુંડીયામણ કમાવી આપતો માછીમારી ઉદ્યોગ લોકડાઉનના કારણે બંધ થઈ જવા પામ્યું હતું.
દેવભૂમિ દ્વારકામાં હજ્જારો બોટો ઓખા બંદર ઉપર લાંગરી દેવામાં આવી છે અને દરિયામાં રહેલી બોટોને પણ પાછી બોલાવવામાં આવે છે.
ભારે આર્થિક મંદી અને મુશ્કેલીના દૌર વચ્ચે પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાના કારણે દેવભૂમિ દ્વારકાના માછીમારોના બે સાંધા ભેગા થતાં નથી. દર વર્ષે ૧૫મી ઓગષ્ટથી ૧૫મી મે સુધી ધમધમતો માછીમારી ઉદ્યોગ આ વખતે ૧લી જાન્યુઆરીએ જ ઠપ્પ થઈ જવા પામ્યો છે. હજ્જારો કામદારો અને સેંકડો બોટ કામ વગરની થઈ જવા પામી છે.
દ્વારકા, ઓખા મંડળનો માછીમારી ઉદ્યોગ ૫ મહિના પહેલા બંધ થઈ જવા પામતા માછીમારી બોટ ઓખા બંદર પર લાંગરી દેવામાં આવી છે અને દરિયામાં રહેલી બોટોને પણ કાંઠે લાગરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. લોકડાઉનના કારણે વિદેશમાં માછલીઓનો ભાવ પુરતો ન મળતા બોટના માલીકો માટે ખલાસીઓને વેતન ચૂકવવામાં પણ મુશ્કેલીઓ ઉભી થઈ છે.
અનેક ખલાસીઓને કામ વગર બેકાર બની ગયો છે અને માછીમારી ઉદ્યોગ સાથે સંકળાયેલા લાખો વેપારીઓ પણ બેકાર બન્યા છે ત્યારે આ ઉદ્યોગને બચાવવા માટે તુર્ત જ રાહત પેકેજની માંગ કરવામાં આવી છે. વિદેશી હુડીયામણ કમાવી આપતા માછીમારી ઉદ્યોગને મરણતોલ ફટકાથી ઉગારવા માટે ખાસ પેકજની માંગ કરવામાં આવી છે.