ખાદ્યતેલના વધતા જતા ભાવો અને અંકુશમાં રાખવા માટે સરકારના પ્રયાસો અંગે વડા પ્રધાનનો આભાર વ્યક્ત કરતું ગુજરાત રાજ્ય ખાધતેલ અને તેલીબીયા મંડળ

ખાધતેલના ભડકે બળતા ભાવોને કાબૂમાં રાખવા માટેના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે શરૂ કરેલા પ્રયાસોથી ઘરેલું બજાર આત્મનિર્ભર બનાવવાના પ્રયાસો ને આવકાર આપી ગુજરાત રાજ્ય ખાધતેલ અને તેલીબિયાં એસોસિયેશનના પ્રમુખ શમિર શાહ વડાપ્રધાનને પત્ર પાઠવી આભાર વ્યક્ત ખાધતેલની આયાત ડયૂટી ઘટાડવાની સાથે સાથે જીએસટીમાં રાહત આપવાની માંગ કરી છે

ખાધતેલનાવધતા ભાવોને કાબૂમાં કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા શક્ય તમામ પ્રયાસો થઈ રહ્યા છે વૈશ્વિક પરિબળોને લઈને ખાધ તેલ ના ભાવ વધતા જાય છે ત્યારે સરકારે નીતિવિષયક નિર્ણય કરીને પામોલીવ સોયાબીન અને સૂર્યમુખી ના તેલની આયાત ડ્યુટી ના ઘટાડા નો જે નિર્ણય કર્યો છે તેનાથી મુઠ્ઠીભર આયાતકારોને જ ફાયદો થાય છે સામાન્ય ગ્રાહકને ફાયદો થતો નથી  ત્યારે ખાધતેલના ભાવ પર અસર કરતા પેકિંગ ખાદ્યતેલ પર પાંચ ટકા જેટલું જીએસટી તેલના 15 કિલો ના ડબ્બા ના રૂપિયા 2000 થી 2600 ના ભાવ સામે કિંમતમાં રૂપિયા 100 થી130 નો વધારો થઈ જાય છે જ્યારે છૂટક બજારમાં વેપારીઓને એક ડબે રૂપિયા 20કે30 અથવા વધુમાં વધુ 50રૂપિયા નો નફો થાય છેઆથી ગ્રાહકોને રાહત આપવી હોય તો ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડવાના બદલે જીએસટી ઘટાડવી જોઈએ  જ્યારે જીએસટીના ઘટાડાની રાહત સામાન્ય લોકોને થઈ શકે

એસોસિએશન વતી લખેલા પત્રમાં જણાવાયું છે કે દેશને જ્યારે (આપ) નરેન્દ્ર મોદી જેવા શાસક મળ્યા છેત્વરિત નિર્ણય લેવાઈ રહ્યા છે ત્યારે ઈમ્પોર્ટ ડ્યુટી ની સાથે સાથે મહાપાલિકા દ્વારા ખાધતેલ ને જીએસટી માંથી 2 થી2.5 ટકામુક્તિ આપવામાં આવે તો ગ્રાહકોને સૌથી વધુ ફાયદો થશે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.