બે કલાક જેટલો વધુ સમય હોવાથી ગેરરીતિ થવાની શકયતા: વિદ્યાર્થીઓનું કલેકટરને આવેદન
સામાન્ય રીતે પરીક્ષા સમય ઘટતો હોય સમય વધારાની માગં ઉઠતી હોય છે. પરંતુ જૂનાગઢમાં છાત્રોએ ઉલ્ટી ગંગા વહાવી છે અને પરીક્ષાનો સમય ઘટાડવા માંગ કરી હતી બિલખા ગામના પાર્થગીરી ગોસ્વામીના માર્ગદર્શનમાં ૩૫૦ થી વધુ છાત્રોએ જીલ્લા કલેકટર સૌરભ પારધી અને બાદમાં સરદાર બાદ સ્થિત વન વિભાગના મદદનીશ વન સંરક્ષક જે.આર. પટેલને આવેદન આપ્યું હતુ.
પત્રમાંજણાવાયું હતુ કે આગામી ૨૩ ડીસે. ફોરેસ્ટગાર્ડની પરીક્ષા લેવાનાર છે. જેનામાટેબે કલાકનો સમય નકકી કરવામાં આવ્યો છે જે સરકારના અન્ય ભતી બોર્ડ કરતા વધુ છે દરેક ભરતીબોર્ડ ૧૦૦પ્રશ્ર્નો માટે ૧ કલાક સાથે છે.
જયારે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં ૧૦૦ પ્રશ્નો માટે ૨ કલાક ફાળવવામાં આવી છે. વધુ સમયના કારણે અનેક પ્રકારની ગેરરીતિ થવાની સંભાવના નકારી શકાય નહિ ત્યારે આ બાબતને ધ્યાનેલઈ ફોરેસ્ટ ગાર્ડનીપરીક્ષાનો સમય ઘટાડીને ૨માંથી ૧ કલાક કરવા માંગણી કરવામાં આવી છે.