પરિવહન, પ્રવાસન અને પાવર માટે ઉજળા સંજોગો: મુખ્યમંત્રી રૂપાણીને ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆત
સૌરાષ્ટ્રના કાયમી પાણી પ્રશ્નનો ઉકેલ એટલે કલ્પસર યોજના
સમગ્ર ગુજરાત રાજયમાં અસહ્ય પાણીની ગંભીર અછત ઉભી થયેલ છે. અને તેને પહોચી વળવા સરકાર તરફથી સરોવર કૂવા બંધ ઉંડા ઉતારવાના યુધ્ધના ધોરણે પ્રકલ્પો હાથ ધરાયેલ છે. ત્યારે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી બેઠકમાં આ બાબતે તજજ્ઞોની સલાહ સૂચનો લઈ વિશદ ચર્ચા વિચારણા કરી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પાણીનો કાયમી ઉકેલ લાવવા કલ્પવૃક્ષ સમાન કલ્પસર યોજના તાકીદથી શરૂ કરવા માંગણી કરવામાં આવેલ છે.
કલ્પસર યોજના તે બહુહેતુ યોજના છે.તેનાથી ગુજરાતની પાણી સમસ્યાના ઉકેલ સાથે આર્થિક અઢળક વિકાસની સંભાવના રહેલ છે. ખંભાતનો અખાત પ્રમાણમાં છીછરો છે તેથી ભાવનગરથી અલીયા બેટ સુધી માટીનો બંધ બાંધી શકાય તેમ છે. કુદરતી પરીમાણોના અખાત પ્રમાણમાં છીછરો છે તેથી ભાવનગરથી અલીયા બેટ સુધી માટીનો બંધ બાંધી શકાય તેમ છે. કુદરતી પરીમાણોનાં હિસાબે ભરતી ઓટના પ્રમાણને ધ્યાને લઈ સસ્તુ હાઈડ્રો પાવર જનરેશન વિધુત પ્રમાણમાં કરી વિધુત ક્ષેત્રે અદભૂત ક્રાંતી કરી શકાય તેમ છે.
આ યોજનાથી ૬૫ લાખ હેકટર જમીનને સિંચાઈનું પાણી મળતા જમીન નવ સંપાદિત થઈ શકે તેમ છે. અને તેને કારણે અઢળક કૃષિ ઉત્પાદન થઈ શકશે. કલ્પસર ડેમ પર ચાર લાઈનનો રસ્તોબની શકે તેમ છે.જેથી ભાવનગરથી ભચ વચ્ચે લગભગ ૨૫૦ કીમી અંતર ઘટી શકે અને વાહન વ્યવહાર સરળ થતા વાણીજયની નવી દિશા ખૂલશે. ગાંધાર ક્ષેત્રમાં વિપૂલ પ્રમાણમાં ખનીજ જેલ તથા ગેસની શકયતા છે. આ યોજનાથી ત્યાં શારકામ કરવા માટે અનુકુળતા ઉભી થશે અને ભવિષ્યમાં ઈંધણક્ષેત્ર સ્વાવલંબી થવાશે.
કલ્પસર યોજનાથી લગભગ ૩૧ લાખ મેગા વોટ વિજળી ઉત્પન્ન થઈ શકે તેમ છે. જે ઉદ્યોગના ચક્રોને ગતિ આપશે. અને ગુજરાત વિધુત નિર્યાત કરતુ રાજય બની શકશે. કલ્પસર સરોવરથી જળ વ્યવહાર માટે સુગમતા ઉભી થશે તેમજ તેના કારણે પ્રવાસન ઉદ્યોગ ધમધમતો થશે.આ યોજનાથી જામનગર અને છેક દ્વારકા સુધી સિંચાઈનું પાણી પહોચી શકશે. જમીનની ગુણવતા સુધરતા વિપુલ કૃષિ ઉત્પાદન થશે.
ચેમ્બરે આ બાબતે અતિ ગંભીરતાથી લઈ જળ વિજ્ઞાનના તજજ્ઞ ડો. અનિલ કાણે સાથે વિસદ ચર્ચા વિચારણા કરી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને સમગ્ર ગુજરાત રાજયના અને રાષ્ટ્રના સર્વોચ્ચ વિકાસ માટે કલ્પવૃક્ષ સમાન કલ્પસર યોજના અમલી કરવા ભારપૂર્વક રજૂઆત કરેલ છે. અને વિશદ ચર્ચા અને રજૂઆત કરવા મુખ્યમંત્રીનો સમય માંગવામાં આવેલ છે.તેમ રાજકોટ ચેમ્બરના પ્રમુખ શિવલાલભાઈ બારસીયા અને માનદ મંત્રી વી.પી. વૈષ્ણવએ જણાવેલું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com