દિન-પ્રતિદિન ધ્રાંગધ્રા શહેરની પરિસ્થિતિ ખુબ જ કથળતી જાય છે તેવામાં ધ્રાંગધ્રા શહેરને એન.કે.વ્યાસ જેવા કડક પીઆઈ મળવા છતાં કેટલાક અસામાજીક તત્વો હજુ પણ કાયદાને નેવે મુકી ગુનાહિત પ્રવૃતિઓથી બાજ નથી આવતા ત્યારે હાલમાં જ ધ્રાંગધ્રા શહેરના વેપારીઓ પર હુમલા અને લુંટના બનાવોથી તમામ વેપારીઓએ સામુહિક શહેર બંધનું એલાન આપી કડક પીઆઈની માંગ કરી એન.કે.વ્યાસની ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનના અધિકારી તરીકે માંગ કરતા પી.આઈની નિમણુક તો કરી દેવાઈ છે પરંતુ પીઆઈ માત્ર મહદઅંશે ધ્રાંગધ્રા શહેરમાં સુધારો લાવી શકયા હોય તેવું કહી શકાય. જયારે અગાઉ સોની વેપારીની દુકાન પર હુમલો કરી ખંડણી માંગી હોવાની વાતથી સમગ્ર ધ્રાંગધ્રા પંથકના વેપારીઓ પર આ બાબતના પડઘા પડયા હતી.
સોની વેપારી પર ફરી વખત ૨૫ લાખની ખંડણી માંગી અગાઉની ફરિયાદ પાછી ખેંચવા માટે વેપારીને બે શખ્સો દ્વારા પજવણી કરાતી હોવાની બીજી ફરિયાદ સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જેમાં ધ્રાંગધ્રા રામમહેલ પાસે આવેલા સોની વેપારી ભાવેશભાઈના દિકરા દ્વારા ફરિયાદ કરાઈ છે કે અગાઉ તેઓ પાસે ધ્રાંગધ્રામાં રહેતા નાગજી ડોસાભાઈ હાડગડા નામના શખ્સ દ્વારા આ સોની વેપારીની દુકાને જઈ તોડફોડ કરી રૂપિયા ૫ લાખની ખંડણીની માંગ કરી હતી તે સમયે સોની વેપારી દ્વારા પોલીસ સ્ટેશને ફરિયાદ કરાઈ હતી ત્યારે ફરીથી આ સોની વેપારીના પુત્રને નાગજી હાડગડા તથા અબજલ કોરડીયા નામના બે શખ્સો વારંવાર રસ્તા વચ્ચે ઉભા રાખી અગાઉની ફરિયાદ પાછી ખેંચી લેવા તથા ખંડણીની કિંમતમાં વધારો કરી ૨૫ લાખ રૂપિયા આપવા નહીં તો તેઓ સોની વેપારીને જાનથી મારી નાખશે તેવી ધમકી આપી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com