જસદણ શહેરનાં દરેક વિસ્તારમાં દિશાસુચક બોર્ડ મૂકવા શહેરનાં હુસામુદીન કપાસીએ સુચન કરેલ હતુ તેમણે જણાવ્યું કે જસદણ શહેરનો વ્યાપ અને વિસ્તાર સતત વધી રહ્યા છે. શહેરને ઈ.સ. ૧૯૯૫માં પાલીકાનો દરજજો મળ્યા બાદ શહેરીકરણ થઈ રહ્યું.
અનેક નવા વિસ્તારોનો જન્મ થયો પણ દિશાસુચક બોર્ડ ન હોવાથી વાહન ચાલકો અને રાહદારીઓ કયો વિસ્તાર રોડ કયા આવ્યો? તેને લઈને મુંઝવણમાંમુકાય છે. આ સુચનને અનુલક્ષી નગરપાલીકા પ્રમુખ જીજ્ઞેશભાઈ હીરપરાએ જણાવ્યું કે અમારે જસદણને નંદનવન બનાવવું છે. દિશાસૂચક બોર્ડ જરૂરી છે. પરંતુ શહેરના હવે થોડા રસ્તાઓ પાકા થવાના બાકી રહ્યા છે. તે કામ પૂર્ણ થયા બાદ આ સુચનને ચોકકસ ધ્યાને લઈશું.