તા.૩૧ જુલાઈ સુધી કોર્ટ કાર્યવાહીથી અલીપ્ત રહેવા ઠરાવ : ગુજરાત કો.ઓ.બાર એસો.ની મળેલી બેઠકમાં સર્વાનુમતે નિર્ણય

રાજયમાં કોરોનાની મહામારીથી લાંબા સમયથી લવાદ કોર્ટોમાં કામગીરી ઠપ્પ હોય તો હાઈકોર્ટ અને નીચેની કોર્ટની જેમ વર્ચ્યુઅલ કોર્ટ ચલાવવા ગુજરાત કો.ઓ.બાર એસોસીએશનની મળેલી બેઠકમાં સરકારમાં રજુઆત કરવામાં આવશે જો નિર્ણય નહીં એવા તા.૩૧ જુલાઈ સુધી કાર્યવાહીથી અળગા રહેવાનું નકકી કરવામાં આવ્યું છે.

હાલ કોરોના મહામારીનાં કારણે વિવિધ જીલ્લામાં આવેલી બોર્ડ ઓફ નોમીનીઝ કોર્ટ તથા ગુજરાત સ્ટેટ કો-ઓપ. ટ્રીબ્યુનલમાં છેલ્લા ત્રણ મહિના ઉપરાંતથી ન્યાયિક પ્રક્રિયા સ્થગિત છે અને જેનાથી પ્રજાજનો/ સંસ્થાઓને નુકસાન થઈ રહ્યું છે. હાલ સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ સહિતની અન્ય કોર્ટો અને ટ્રીબ્યુનલોમાં વર્ચ્યુઅલ કોર્ટ પ્રક્રિયા શરૂ  થયેલી છે તે મુજબ તાત્કાલિક ધોરણે તમામ બોર્ડ ઓફ નોમીનીઝ કોર્ટ અને ગુજરાત સ્ટેટ કો-ઓપ. ટ્રીબ્યુનલ શરૂ  થાય તેવી સહકાર ક્ષેત્રનાં વકીલોએ માંગણી કરેલી છે અને આથી રાજયમાં આવેલ તમામ બોર્ડ ઓફ નોમીનીઝ કોર્ટ તથા ટ્રીબ્યુનલમાં કોમ્પ્યુટર અને ઈન્ટરનેટની વ્યવસ્થા પુરી પાડી તાત્કાલિક વર્ચ્યુઅલ માધ્યમથી કોર્ટ પ્રક્રિયા શરૂ  થાય તેવી સહકાર મંત્રી, સેક્રેટરી તથા રજીસ્ટ્રારને જરૂ રી રજુઆત કરવાનું સ્ટેટ કો.ઓ.બાર એસોસીએશનની મળેલી બેઠકમાં નકકી કરવામાં આવ્યું છે તેમ રાજકોટના સરકારી ક્ષેત્રનાં સિનિયર એડવોકેટ મહેન્દ્રભાઈ ફળદુએ જણાવ્યું છે.

સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટમાં માત્ર વિડીયો કોન્ફરન્સથી મેટરો ચાલે છે, આપણી લવાદ કોર્ટોમાં તેમજ કો-ઓપ. ટ્રીબ્યુનલ કોર્ટોમાં વિડીયો કોન્ફરન્સની કોઈ વ્યવસ્થા નથી જેથી સરકારે બહાર પાડેલા કોરોના અન્વયેની ગાઈડ લાઈનનું પાલન કરવું અઘરૂ  પડે તેમ છે. વકીલ મિત્રો કે પક્ષકારોને ન્યાયીક અધિકારીઓ કોરોનાથી સંક્રમિત ન થાય તે મીટીંગમાં થયેલી ચર્ચા મુજબ તા.૩૧/૦૭/૨૦૨૦ સુધી મે. સહકારી પંચ, બોર્ડ ઓફ નોમીનીઝ કોર્ટ તથા સહકાર ખાતા સમક્ષ ચાલતી કાર્યવાહીથી અળગા રહેવું તેમ નકકી કરવામાં આવે છે. જો અસાધારણ સંજોગોમાં કોઈ મેટરની સુનાવણી કરવાની જરૂર પડે તો અને નવા દાવાની કાર્યવાહી હોય તો સવારે ૧૧:૦૦ થી ૨:૦૦ દરમ્યાન ચલાવવા વિનંતી કરવામાં આવે છે. વકીલ કે પક્ષકારોની ગેરહાજરીમાં એક તરફી હુકમ ન કરવા તથા મુદત આપવા કોર્ટને વિનંતી કરવાનું નકકી કરેલું છે.

તા.૧/૮/૨૦૨૦થી એક માસ માટે રોજેરોજ બોર્ડ ઓફ નોમીનીઝ કોર્ટ તથા ટ્રીબ્યુનલમાં સવારે ૧૧ થી ૨ સુધી ૧૦ મેટરનું બોર્ડ રાખી કોર્ટ રૂ મમાં પક્ષકારની હાજરી સિવાય માત્ર જે કેસ ચાલવાનો હોય તે જ કેસનાં વકીલઓ હાજર રહી લેખિત કે મૌખિક દલીલોની રીતે કોર્ટની કાર્યવાહી શરૂ  થાય તેવું સહકારી પંચ તથા બોર્ડ ઓફ નોમીનીઝ કોર્ટમાં આયોજન થાય તે રીતનો પ્રયત્ન કરવા નકકી કરાયું છે. હાલનાં સંજોગો જોતા વકીલઓ, ટ્રીબ્યુનલનાં જજો અને સ્ટાફને સંક્રમણ ન થાય તેની તકેદારી રાખવા વકીલોએ તબીયત નાદુરસ્ત હોય ત્યારે કોર્ટ પ્રિમાઈસીસમાં આવવું નહીં તેમજ પોતાના અસીલોને કોર્ટ પ્રીમાઈસીસમાં બોલાવવા નહીં તેમ એડવોકેટ મહેન્દ્રભાઈ ફળદુની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.