તાત્કાલીક પગલા નહીં લેવાય તો સમાજના આગેવાનો દ્વારા ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ
ધ્રાગધ્રા શહેરની પરિસ્થિતી જે રીતે બદી બદતર થઇ રહી છે તે જ રીતે અહીના પોલીસકમીઁઓ પણ પોતાની મયાઁદા અને ફરજ ચુકતા નજરે પડે છે ખરેખર પોલીસ લોકોની સેવા અને કાયદો વ્યવસથા સુધારવા માટે હોય છે પરંતુ ધ્રાગધ્રા પંથકમા સનિક પોલીસ પોતે જ ખાખીનો રોફ જાડતા પોલીસ અત્ર, તત્ર, સવઁત્ર ગણે છે.
ધ્રાગધ્રા તાલુકાના રાજપર ગામે રહેતા મનસુખભાઇ પ્રભુભાઇ કોળી દ્વારા ધ્રાગધ્રા તાલુકા પોલીસના ધમેઁન્દ્રસિંહ તથા ઇન્દુભા રાઠોડ સહિત બે પોલીસકમીઁઓ પર ઢોર માર માયાઁનો આક્ષેપ કયોઁ છે જ્યારે બનાવની સ્થિતિ તપાસ કરતા જણાવેલ કે રાજપર ગામે રહેતા મનસુખભાઇ પ્રભુભાઇ કોળીને શનિવારના રોજ બપોરના સમયે પ્રોહીબીસન ગૃન્હા હેઠળ ધરપકડ કરી રાત્રીના સમયે ધ્રાગધ્રા તાલુકા પોલીસના હેડ કોન્સ્ટેબલ ધમેઁન્દ્રસિંહ તથા કોન્સ્ટેબલ ઇન્દુભા રાઠોડ દ્વારા પ્લાસ્ટીકના પાઇપ વતી માર માયોઁ હતો.
જ્યારે પાઇપવતી માર મારતા મનસુખભાઇ કોળીના શરીર તથા પાછળ પુંઠના ભાગે પાઇપથી ઇજાઁના નિશાન પણ ઉપસી આવેલ હતા જ્યારે મોડી રાતી વહેલી સવાર સુધી સતત પાછળના ભાગે માર મારતા આ શખ્સને પેસાબ કરતા સમયે તથા શૌચક્રીયા દરમિયાન રક્ત નિકળતુ હોવાનુ જણાવાયુ છે જ્યારે પ્રોહીબીસનના ગૃન્હામા આટલી હદે ઢોર માર માયાઁ બાદ પોલીસકમીઁ દ્વારા આજે તમામ કાયઁવાહી પુણઁ કરી રવીવારની જાહેર રજાપા લીધે ધ્રાગધ્રા મેજીસ્ટેટના રહેણાઁક મકાને હાજર કરેલ જ્યા મનસુખભાઇ પ્રભુભાઇ કોળી સાથે રાત્રીના સમયે બન્ને પોલીસકમીઁઓ દ્વારા ઢોર માર મારવાની તમામ વિગત જણાવતા મેજીસ્ટેટ દ્વારા આ શખ્સને તુરંત હોસ્પીટલ લઇ જઇ સારવાર કરવાનો આદેશ કરેલ હતો.
જ્યા ધ્રાગધ્રા સરકારી હોસ્પીટલ ખાતે સારવાર દરમિયાન તમામ બાબત જણાવતા ખરેખર આ શખ્સને ઇજાઁઓના લીધે વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરવાનુ જણાવેલ હતુ. ત્યારે હોસ્પીટલ ખાતે સમાજના આગેવાનોને આ બાબતની જાણ તથા પપ્પુભાઇ ઠાકોર સમિતના આગેવાનો પહોચી જઇ પોલીસની આવી નિદઁયતાનો વિરોધ્ધ કરતા જણાવેલ હતુ કે ધ્રાગધ્રા તાલુકામા રહેલા ધમેઁન્દ્રસિહ તથા ઇન્દુભા રાઠોડ સામે હાલમાજ પૃગઢની એક મહિલા દ્વારા પોતાના ઘેર આવી અભદ્ર ભાષા સાથે વાતચીત કરેલ સાથે જ આ મહિલાની સાથે ખુબજ ખરાબ રીતે વ્યવહાર કરવાની લેખીત અરજી ધ્રાગધ્રા ડી.વાય.એસ.પી મનોજ શમાઁને આપેલ હતી ત્યારે પોલીસની વદીઁ ધારણ કરી ગુંડારાજ ચલાવતા આ બંન્ને પોલીસકમીઁઓ વિરુધ્ધ કાયદેસરની કાયઁવાહી કરાય તેવી માંગ સાથે સમાજના તમામ આગેવાનો દ્વારા ઉપવાસ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારાઇ છે.