લોધિકાના મામલતદાર અને પી.એસ.આઇ.ને આવેદન પાઠવતા ભરવાડ–માલધારી સમાજ
લોધીકાના રાવકી ગામે સરકારી ખરાબો સર્વે નંબર ૨૦૬ માં થોડા સમય પહેલા તે જ ગામના માણસો દ્વારા યાંત્રિક સાધનો દ્વારા ખેડુતો તેમને રોકવામાં આવ્યા હતા જેનો ખાર રાખીને ગતરાત્રીએ તે ગામના ભરવાડ સમાજના લોકોને ગાળો આપીને મારા મારી કરેલ અને પોલીસમાં ખુની હુમલા જેવી ગંભીર કલમો લગાડીને કેશ કરતા તે બાબતે ન્યાયીક તપાસ કરવા તાલુકાના મામલતદર તેમજ પીએસઆઇને આવેદન પાઠવેલ હતું.
લોધીકા તાલુકા ઉપરાંત આજુબાજુ ગામડાઓમાંથી ભરવાડ સમાજના ભાઇઓ તેમજ બહેનો મોટી સંખ્યામાં ઉમટીને લોધીકા તાલુકાના મામલતદાર તેમજ પીએસઆઇને આવેદન પાઠવીને જણાવ્યું હતેં કે રાવકી ગામે સરકતી ખરાબમાં અમુક લોકો ખેડાણ કરતા રોકયા હતા જેનો ખાર રાખીને ભરવાડ સમાજના લોકો પર ખુની હુમલા જેવી ગંભીર કમલમો લગાવીને અરજી કરેલ છે.
અને વીસેક વિરુઘ્ધ ફરીયાદ દાખલ કરેલ છે જે તદ્દન ખોટી છે કારણ કે તેમાંથી ઘણા કામ અર્થે બહાર જ હતા છતાં પણ પોલીસે તેમની ધરપકડ કરેલ છે માટે આ સમગ્ર બાબત ન્યાયિક તપાસ થાય અને ભુમાફીયા દ્વારા ખેડાણ કરેલ ગૌચર જમીન ખુલ્લી થઇ શકે તેવી રજુઆત કરવામાં આવેલ છે.