કનુભાઈ દુધરેજીયા રાજુલા સામાજિક કાર્યકરે બજારમાં કાર્બન યુકત વેચતા કેરીના વેપારીને ત્યાં તપાસ કરવા માંગ કરી છે. હાલ પહેલાની જેમ ઘાસના દાબાથી કેરી પકવતા નથી પરંતુની કાર્બન જેવા ઘાતક પદાર્થની પડીકીઓ કાચી કેરીમાં મુકતા એ કેરી તુરંત પાકી જાય છે પણ એનાથી શરીરને ખુબ નુકસાન થાય છે. અમૃત ફળ કેરી અખાદ્ય ફળ બની જાય છે. તેથી દરેક શહેરમાં આવતા લેભાગુ વેપારીને નાથવા પાલિકાઓ તરફથી ફૂડ ઈન્સ્પેકટરો દ્વારા દરોડા પાડવામાં આવે છે અને એમાંથી હજારો અખાદ્ય કેરીનો જથ્થો નાશ કરે છે. વેપારીને દંડ ફટકારે છે.
જેથી આમ જનતાની સ્વાસ્થ્ય ખરાબ થતું અટકે પરંતુ રાજુલા શહેર તો બાવન બારું હોય તેમ કયારેય આવા દરોડા પડતા નથી કે અખાદ્ય કેરી કે બીજી વસ્તુનો નાશ કરવામાં આવતો નથી. પાલિકાના ચુંટાયેલા સભ્યો જનતાના ફરી મત નહીં મળે એ બીકે ચુપ છે. નોકરિયાતો કામ કરો કે ન કરો પગાર તો પુરો મળે છે. એ કથન પ્રમાણે ચુપ છે. સ્થાનિક પ્રજા વર્ષોથી અન્યાય સહન કરવા ટેવાયેલી છે. તેથી તે પણ ચુપ છે તો તાત્કાલિક કાર્બન કેરી પકવતા સામે કાર્યવાહી કરવા માંગ કરાઈ છે.