રાજુલાના યુવા આગેવાન અજય શિયાળ દ્વારા મુખ્યમંત્રી, પર્યાવરણ વિભાગને રજૂઆત
દરિયાઈ પટ્ટી વિસ્તારમાં મેન્ગ્રુવ્ઝ (ચેર) નાં વૃક્ષો બચાવવા માટે નામદાર ગુજરાત હાઈકોર્ટે માં જાહેર હિતની અરજી કરનાર રાજુલા નાં યુવા આગેવાન અજય શિયાળ દ્વારા મુખ્યમંત્રી તથા પર્યાવરણ વિભાગ ને પત્ર લખીને રજૂઆત કરી હતી કે મેન્ગ્રુવ્ઝ એ દરિયાકાંઠાના વિસ્તારમાં ખારાં પાણી માં ઉગતી વનસ્પતિ છે આ વૃક્ષો દરિયાકાંઠા વિસ્તારમાં સુરક્ષા દિવાલ જેવું કામ કરે છે દરિયાનાં ઊંચા મોજા ને નિયંત્રિત કરે છે તીવ્ર ગતિથી આગળ વધતા દરિયાઇ પાણીને રોકવાનું કામ કરે છે દરિયાઈ તોફાનો કે વાવાઝોડાં સમયે દરિયાકાંઠા વિસ્તારમાં તીવ્ર ગતિથી આવતા પવનો અને દરિયાઇ મોજાં ઓને નિયંત્રણ કરે છે જેથી આ વૃક્ષોનાં કારણે દરિયાઈ પટ્ટી વિસ્તારમાં ઓછું નુકશાન થતું હોય છે તેનું ઉદા. પશ્ચિમ બંગાળ નું સુંદરવનના મે્ગ્રુવ્ઝ નાં જંગલો છે તેમજ આ વૃક્ષો દરિયાકાંઠા વિસ્તારોમાં ક્ષાર નાં પ્રમાણને આગળ વધતું રોકે છે તથા દરિયાઇ કાંઠા વિસ્તારના પશુપાલકો ઉનાળો કે દુષ્કાળ નાં સમયમાં પોતાના પશુઓને ચરાવવા માટે જતા હોય છે યાયાવર પક્ષીઓ અને સ્થાનીક પક્ષોઓ આ વૃક્ષો પર રહે અને પોતાના બચ્ચાંને ઉછેરે છે દરિયાઈ જીવસૃષ્ટિ પણ આ વૃક્ષો નીચે ઈંડા મુકતા હોય છે આમ અનેક રીતે આ વનસ્પતિ ખૂબજ ઉપયોગી છે ત્યારે આ વૃક્ષો નું ખૂબ મોટા પ્રમાણમાં દરિયાકાંઠાના વિસ્તારમાં વાવેતર કરવામાં આવે તેમજ તેનું જતન થાય અને સ્થાનિક લોકોમાં જેની જાગ્રતતા આવે તે ખૂબજ જરૂરી છે.તેમજ આગામી ૨૬ જૂલાઈ નાં રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મેન્ગ્રુવ્ઝ (ચેર) દિવસ ની ઉજવણી કરવામાં આવે છે
જેથી દરિયાકાંઠાના લોકો ને તથા સંસ્થાઓને સરળતાથી છોડ મળી શકે અને તેનું વાવેતર કરી શકે. રાજ્ય સરકાર દ્વારા આ માટે જરૂરી પગલાં લેવામાં આવે અને આગામી દિવસોમાં મેન્ગ્રુવ્ઝ નાં છોડનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવે તેવી માંગણી કરી હતી હાલ રાજ્ય સરકાર આ માટે કોઈ મોટું આયોજન કરી વૃક્ષારોપણ કરે તો દરિયાકાંઠાના વિસ્તારમાં આ મહામારી માં રોજગારી પણ મળી શકે અને આગામી સમયમાં પર્યાવરણીય પણ લાભ મળી શકે.