Abtak Media Google News
  • ફેડરેશન ઓફ હોસ્પિટાલિટીના આગેવાનોએ વ્યવહારૂ અભિગમ અપનાવવા તંત્રને કરી અપીલ: જો ધંધા શરૂ કરવા મંજૂરી નહીં અપાય તો જલદ આંદોલનની આપી ચીમકી
  • ફાયર એનઓસી, બીયુ સર્ટિફિકેટ મુદ્દે બંધ કરાવાયેલ
  • રાજકોટ ટીઆરપી ગેમ ઝોન માં બનેલ આગની દુર્ઘટના બાદ વહીવટી તંત્ર દ્વારા વ્યાપક પણે શહેરમાં હોટલ રેસ્ટોરન્ટો તેમજ પાર્ટી પ્લોટ કાફેના વ્યવસાયકારો પર ધોંસ બોલાવી ફાયર સેફ્ટી અને બી યુ પરમિશન ની ચકાસણી કરી કાર્યવાહી દરમિયાન મોટાભાગના વ્યવસાયકારોને ધંધા બંધ કરાવી વ્યવસાય સ્થાનોને સીલ મારી દીધા છે.
  • સીલીંગ ના કારણે હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ પર ગંભીર અસર પડી છે .

ફેડરેશન ઓફ હોસ્પિટલિટી ના આગેવાનોએ કમિશનર ડીપી દેસાઈ સમક્ષ હોટલ રેસ્ટોરન્ટ તેમજ પાર્ટી પ્લોટ કાફે ના ધંધા તાત્કાલિક શકાય તે માટે તંત્ર ને વ્યવહારો અભિગમ અપનાવી ધંધો શરૂ કરવાની પરવાનગી માંગી છે.

ફેડરેશન ઓફ હોસ્પિટાલીટી ના આગેવાનોમાંએસોસિએશન ના આગેવાનોમાં કેટરિંગ  એસોસિયેશન, પાર્ટી પ્લોટ એસોસિએશન, સૌરાષ્ટ્ર બેકરી એસોસિયેશન ઇવેન્ટ એસોસિએશન આર્ટિસ્ટ એસોસિએશન મંડપ એસોસિએશન લાઈટ એસોસિએશન રેસ્ટોરન્ટ અને કાફે એસોસિયેશન હોટલ અને રિસોર્ટ એસોસિએશન ના આગેવાનોએ કમિશનરને રજૂઆત કરી હતી કે આ તમામ એસોસિએશન હજારો લોકોને રોજગારી પૂરું પાડે છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા વહેવારો અભિગમ અપનાવીને વ્યવસાયકારોને વ્યવસાય માટે છૂટ આપી વહીવટી સંસ્થાનોને સીલીંગ માંથી મુક્તિ આપવી જોઈએ .

સીલ મારતા પહેલા વ્યવસાયકારોને કોઈપણ પ્રકારની જાણ કરી ન હતી અને નોટિસ પણ અપાયેલ ન હતી સીધે સીધા જ સીલ મારી દેવા ની આ કાર્યવાહી ગેર વ્યાજબી ગણાવીને રજૂઆત કરી છે કે છેલ્લા ફાયરના પરિપત્રની રાજકોટ શહેરના નાગરિકો વેપાર ઉદ્યોગકારો  બોર્ડના અધિકારીઓ ને પણ ખ્યાલ નથી, જેના કારણે ઘણી વિસંગતતાઓ ઊભી થઈ છે .

અત્યાર ની પરિસ્થિતિમાં શૈક્ષણિક સંકુલો શાળાઓ ક્લાસીસ હોસ્પિટલ હોટલ રેસ્ટોરન્ટ સહિતના એકમો માટે રાજ્ય સરકાર દ્વારા જે ઇમ્પેક્ટ નો કાયદો લવાયો છે તેમાં પણ અરજીઓ કરી છે, છતાં પણ અધિકારી દ્વારા ઇમ્પેક્ટ માં એપ્લાય થયેલા અરજદારોની સ્થિતિ જોયા વગર  સીલ મારી દીધા છે ફાયર સેફ્ટી બાબતે તમામ વ્યવસાયકારો ચિંતિત છે સરકારના નિયમ મુજબ ફાયરના સાધનો સેફ્ટી અંગે કોઈ પણ પ્રકારની બંધ છોડની ક્યારેય રજૂઆત કરી નથી અને કરશું પણ નહીં …આગેવાનોએ કમિશનરને ખાસ વિનંતી કરી છે કે જેમ શાળા હોસ્પિટલોને શરૂ કરવાની મંજૂરી ધ શરતી ધોરણે આપી છે તે મુજબ હોટલ ઉદ્યોગ ને પણ સીલ ખોલી અનુપાલન સમયગાળા દરમિયાન કામ ધંધો શરૂ કરી દેવાની મંજૂરી આપવી જોઈએ.

કમિશનરને પાઠવાયેલ  પત્રમાં એસોસિએશનને માંગણી કરી છે કે બિયુ સર્ટિફિકેટ અને એનઓસી માટે 30 દિવસની મુદત આપવામાં આવી છે પરંતુ અત્યારે હોટલ રેસ્ટોરન્ટ પાર્ટી પ્લોટ કાફે સહિતના તમામ ધંધાઓ બંધ છે તમામ વ્યવસાયકારોને સર્ટિફિકેટ મંજૂરી અને અગ્નિસમન ની સાધન વ્યવસ્થા વસાવી લેવાની શરતે ધંધો શરૂ કરવાની છૂટ આપવી જોઈએ.

આગેવાનોએ તંત્રને વહેવારુ અભિગમ અપનાવવાની અપીલ સાથે એવી ચીમકી આપી છે કે જો વ્યવસાય શરૂ કરવાની મંજૂરી નહીં મળે તો ના છૂટકે તમામ વ્યવસાયકારો ગાંધીજી એ બતાવેલા માર્ગે આંદોલન કરવા મજબૂર થશે.

આપવામાં આવેલી ત્રણ માસની અવધીમાં વ્યવસાય ચલાવવા દેવામાં આવે તેવી કરાઈ છે રજૂઆત: વિજય કોરાટ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક વ્યાપક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જેમાં વિવિધ મિલકતોને સીલ પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે ફેડરેશન ઓફ હોસ્પિટલિટી ના નેજા હેઠળ આજે વિવિધ હોટલો તથા રિસોર્ટના માલિકો નવ ન્યુ પ્રિન્સિપલ કમિશનરને આવેદનપત્ર આપવા આવી પહોંચ્યા હતા . તેઓએ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી કે હાલ ફાયર એનઓસી ની જ્યારે વાત કરવામાં આવે તો ઘણા ખરા કિસ્સામાં હોટલ તથા રિસોર્ટ એ ડાયરામાં આવતા નથી છતાં પણ તેઓને સીલ મારવામાં આવ્યા છે. હાલ જે રીતે ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો છે તે અવધીને વધારવામાં આવે અને જરૂરી તમામ ફાયર ને લગતા આજે સાધનો તથા જરૂરી દસ્તાવેજો હોય તે

મેળવવાની પણ તજવીજ હાલ એસોસિએશન દ્વારા હાથ ધરી દેવામાં આવશે પરંતુ હાલની વિકટ પરિસ્થિતિને ધ્યાને લઈ જો આ તમામ મિલકતોના સીલ નહીં ખુલે તો ભવિષ્યમાં ખૂબ મોટું આર્થિક નુકસાન પણ પહોંચી શકે છે. હોટલ એસોસિએશનના વિજયભાઈ કોરાટે અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, હાલ આ અંગે રજૂઆત મહાનગરપાલિકાના કમિશનને તો કરવામાં આવી છે અને જણાવવામાં આવ્યું છે કે જે ત્રણ મહિનાની જે અવધી આપવામાં આવી છે તેનાથી કોઈ વાંધો નથી પરંતુ આ સમયગાળા દરમિયાન તેમના જે હોટલનો વ્યવસાય છે રેસ્ટોરન્ટનો જે વ્યવસાય છે તે ચાલુ રાખવામાં આવે કારણ કે જો આ શક્ય નહીં બને તો ઉદ્યોગને ઘણી માટી અસરનો સામનો કરવો પડશે અને નાણાકીય નુકસાની પણ વેઠવી પડશે. વધુમાં તેઓ ઉમેર્યું હતું કે હોટલ અને રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રી સાથે ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે અને જો આગામી ત્રણ મહિના સુધી આ ધંધો થપ રહેશે તો ઘણી માઠી અસરનો સામનો કરવો પડશે. અંતમાં વિજયભાઈ કોરાટે જણાવ્યું હતું કેજો તેમની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ભવિષ્યમાં ગાંધીજીના માર્ગ ઉપર પણ આંદોલન હાથ ધરાશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.