સુરેન્દ્રનગર જિલ્લામાં સફાઈ કર્મચારી ને ૨ માસ નો પગાર ચૂકવા તત્કાલ માગ સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ ૧૫ ઓગેસ્ત ની ધૂમ ધામધૂમપૂર્વક ઉજવણી કરવા ની તમામ પ્રકારની કાર્યવાહી હાલ પૂર્ણ થવા ને આરે છે . સુરેન્દ્રનગર જીલ્લા માં ૧૫ ઓગેસ્ત ની ઈજવની રાજ્ય કક્ષા લેવલ ની કરવા મા આવી રહી છે ત્યારે મુખ્ય મંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણી અને અનેક મંત્રી મંડળ દ્વારા અનેક પ્રકાર ના કામો ના લોકાર્પણ કરવા મા આવી રહ્યાં છે ત્યારે સુરે્દ્રનગર નગરપાલિકા મા કોન્ટ્રાકટર સિસ્ટમ મા કામ કરતા કર્મચરીઓ ને છેલ્લા ૨ માસ નો પગાર ચૂકવા માટે સુરેન્દ્રનગર જિલ્લા નાયબ કલેકટર ચંદ્રકાંત ભાઈ પંડ્યા ને સફાઈ કર્મચારી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી
જેમાં ૧૦૦ વધુ સફાઈ કર્મચારી સુરેન્દ્રનગર કલેકટર કચેરી બહાર કોન્ટ્રાકટર સિસ્ટમ બંધ કરી અને સત્વરે પગાર ચૂકવા બાબતે રજૂઆત કરવા મા આવી હતી જેમાં મયુરભાઈ , જયેશ ભાઈ , હિતેશ ભાઈ બરેયા , અને તમામ સફાઈ કર્મચારીઓ જોડાયા હતાં
અને જો સત્વરે ૧૫ ઓગેસ્ત પહેલા પગાર નહિ ચૂકવાય તો મુખ્ય મંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણી ના કરેક્રમ મા કાળા વાવટા ફરકાવી વિરોધ સફાઈ કર્મચારીઓ દ્વારા કરવામાં આવશે તેવું મયુરભાઈ પાટડિયા એ જનાવિયું હતું.