રાજય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કરોડોના ખર્ચે લોકોની વેપારની પરિવારની સગવડ ખાતે ભાવનગર-વેરાવળ એકસપ્રેસ હાઇવેનું કામ ચાલુ છે. ત્યારે ઉના પાસે ભાવનગર- ઉના બાયપાસ પામસે વ્રજ હોન્ડા શોરુમની સામે નાળાનું કામ થઇ રહ્યું છે. આ નાળાના કામમાં માટી ભરેલી થેલી દ્વારા પુરાણ કામ કરવામાં આવે છે. આ કામ અંદાજપત્રની જોગવાઇ પ્રમાણે કામ થતું નથી.
અને ટેકનીકલ દ્રષ્ટિએ પણ આ કામ ગેરવ્યાજબી છે. તેવી આશંકા સેવાય રહી છે. તો આ અંગે સંવેદના ગ્રુપના રસીક ચાવડાએ નેશનલ હાઇવે ઓથોરીટી ગીર સોમનાથને આ અંગે લેખીતમાં રજુઆત કરી છે. અને આ કામ ગુણવતા યુકત કામ થાય તે માટે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા ત્થા પ્લાન એસ્ટીમેન્ટ મુજબ ઠેકેદારને કામ થાય તેવા આદેશો કરવા રસીક ચાવડાએ માંગ કરી છે.