કલેકટરને લેખીતમાં રજૂઆત  ગૂરૂવાર સુધીનું અલ્ટીમેટમ આપ્યું

રાજકોટ જીલ્લાના ધોરાજી નાં ધારાસભ્ય લલિત વસોયા એ જીલ્લા કલેક્ટર શ્રી ને આજરોજ લેખિત માં પત્ર લખ્યો હતો અપુરતા વરસાદ ને કારણે ખેડુતો નો ઉભો મોલ સુકાઈ રહયો છે ત્યારે ધોરાજી માં આવેલ ભાદર ૨ ડેમ જેતપુર નાં કેમીકલ યુક્ત પાણી થી ભરેલો છે હાલ કેનલ દ્વારા ખેડુતો ને સિંચાઈ માટે નું પાણી આપવામાં આવે છે શિયાળું પાક માટે પાણી છે  અને પીવાના પાણી માટે અનામત રાખવામાં આવે તો પણ પાણી નો સરપ્લસ જથ્થી ડેમ માં ઉપલબ્ધ છે.

આ વધારાનું પાણી ખેડુતો પાસે થી ચાર્જ લઈને નદી માં  છોડવા માટે તાત્કાલિક યોગ્ય કામગીરી તા નદી માં પાણી છોડવા માટે ખેડુતો એ નવ દિવસ પહેલાં લેખિત માં માંગણી કરી હતી નવ દિવસ પહેલાં લેખિત માં લલિત વસોયા એ પણ સિંચાઈ મંત્રી ને પત્ર લખ્યો હતો અને તાત્કાલિક પાણી છોડવા માટે માંગણી કરી હતી અનેક વખત ડેપ્યુટી ઇનજનીયર તા સરકલ માં રજુઆત કરી છે.

છતાં એ હજુ ખેડુતો વ્યાજબી રજુઆત દરખાસ્ત ગાંધી નગર સુધી પહોંચી ની ખેડુતો નો ઉભો પાક સુકાઈ રહયો છે ત્યારે સરકાર અને સરકારી તંત્ર ની આવી લાપરવાહી હજારો ખેડુતો ને પાયમાલ તરફ ધકેલી રહયો છે રજુઆતો કરવાી પ્રશ્ન નું નિરાકરણ ની આવતું એવું ખેડુતો ને લાગી રહયું છે.

ત્યારે જો ગુરૂવાર સુધી માં પાણી છોડવા માં ની આવ્યુ તો શુક્રવારે લલિત વસોયા ખેડુતો ને સાથે રાખી ને હો પાણી છોડવા મજબૂર શે કાયદો હામાં એવો ગમતો ની પણ ખેડુતો ને તંત્ર ને વાકે કરોડોની નુકશાની થઈ રહી છે ત્યારે લોકો ની પ્રતિનિધી તરીકે અમારી ફરજ છે  આ પ્રશ્ને ગમે તેમ પણે ખેડુતો ને ન્યાય આપવા માટે આ બાબતે રાજકોટ જીલ્લાના કલેકટર શ્રી ને લેખિત માં પત્ર લખ્યો હતો ગુરૂવાર સુધી નું અલ્ટીમેટ આપ્યુ હતુ

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.