ધ્રાગધ્રા શહેરમા હેવાનીયતની હદ પાર કરી ચુકેલે બેદરકાર તબીબ ડો. પ્રજ્ઞેશ ખેડાવાલા દ્વારા અગાઉ રામગઢના મજુર દંપતિના ઘેર બંધાયેલ પારણુ ઉજાળી નાખ્યુ હતુ જોકે મજુર દંપતિને ત્યા યેલ પ્રમ વખત જીવીત દિકરાના જન્મને આ હેવાન તબીબે મૃત ગણાવી રુપિયા પણ ખંખેયાઁ હતા.
છતા કોઇપણ રીતે આ તબીબના પાપનો ઘડો ભરી જતા ફુટ્યો હતો અને સમગ્ર પ્રકરણ બહાર પડ્યુ હતુ. જે તે સમયે મૃત જાહેર કરેલ નવજાત શીશુ જીવીત નિકળતા બાદમા દશેક દિવસ સુધી આ શીશુ જીવીત પણ રહ્યુ અને અંતે તેનુ મોત નિપજ્યુ હતુ. નવજાતશીશુનુ મોત નિપજતા જ ઠંડા કલેજે હેવાન તબીબને બચાવ તરફ ઘકેલતુ આરોગ્ય તંત્ર સફાળુ જાગ્યુ હતુ.
એક તરફ ડો. ખેડાવાલાની ખાનગી હોસ્પીટલને સીલ મારવાના આદેશો નિકળ્યા તો બીજી તરફ ખેડાવાલા પર હત્યાના પ્રયાસ હેતુ સીટી પોલીસ સ્ટેશને ફરીયાદ પણ કરાઇ. ત્યારે ધ્રાગધ્રા સીટી પોલીસ દ્વારા પણ આ હેવાન ડો.પ્રજ્ઞેશ ખેડાવાલાને પકડવા કોઇપણ જાતની કાયઁવાહી નહિ કરતા છેલ્લા એક અઠવાડીયાી યેલી ફરીયાદમા મુખ્ય આરોપી દશાઁવેલ તબીબ ફરાર છે જોકે આ તબીબ ધ્રાગધ્રા શહેર વિસ્તારમા જ છે.
સનિક પોલીસની મિઠી નજર હેઠળ કોટઁમા પોતાના વિરુધ્ધ ફરીયાદ દાખલ વા બાબતે આગોતરા જામીનની અરજી પ્રજ્ઞેશ ખેડાવાલા તરફી મુકાયેલ છે પરંતુ આ તરફ બધુ બંધ બારણે પતાવવાની ફિરાકમા રહેલી સનિક પોલીસની કારી ન ફાવે તે માટે મજુર દંપતિ પોતાનુ સોગંધનામુ રજુ કરી ડો.પ્રજ્ઞેશ ખેડાવાલાની જામીન અરજી ના મંજુર ાય અને બેદરકારીના લીધે પોતાનો એકનો એક પ્રથમ દિકરો ખોઇ બેસેલા મજુર દંપતિને ન્યાય મળે તે માટે કાયદેસર કરી કોટઁમા પોતે બંન્ને મજુર દંપતિ હાજર રહ્યા હતા.
જો કે હવે ન્યાયની માંગ સો કાયદેસર કાયઁવાહીમા ઉતરેલા મજુર દંપતિની લડાઇના લીધે ડો. ખેડાવાલાને તો વધુ મુશ્કેલી ઉભી શે પરંતુ તબીબને છાવરનાર સરકારી તંત્રના અધિકારીઓ વિરુધ્ધ પણ મજુર દંપતિ ધોરણસર કરતા અધિકારીઓને પણ ફસાવવુ પડશે તે સ્પષ્ટ સાબિત થાય છે.