કોન્ટ્રાકટરોએ કરેલા કામોમાં ૫૦ ટકાથી વધુ ગેરરીતી હોવાના આક્ષેપ સાથે સામાજીક આગેવાને કાર્યપાલક ઈજનેરને રજુઆત કરી
જુનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે કાર્યરત પીજીવીસીએલ વિજ ડિવીઝન તાબાના માંગરોળ શહેર, માંગરોળ ગ્રામ્ય, ચોરવાડ ગ્રામ્ય અને માધવપુર ગ્રામ્ય પેટા વિભાગીય કચેરી તાબાના વિસ્તારોમાં વિજ ડિવીઝનના નિયત કોન્ટ્રાકટરોને આપવામાં આવેલ જુદી જુદી કામગીરી સંબંધે આ ચારે ચાર સબ ડિવીઝનમાં કામ કરતા કોન્ટ્રાકટરો દ્વારા હાલમાં માંગરોળ વિજ ડીવીઝનના કાર્યપાલક ઈજનેર ગોહેલ જે આગામી ૩૧ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ વય મર્યાદાના કારણે નિવૃત થવા જઈ રહેલ છે. હાલમાં તેઓ લાંબી રજા ઉપર હોય હાલ ઈન્ચાર્જ કાર્યપાલક ઈજનેર તરીકે રાઠોડ પાસે ચાર્જ હોય ત્યારે આ કોન્ટ્રાકટરો દ્વારા ઈન્ચાર્જ અધિકારી પાસે તેમણે કરેલા જુદા જુદા કામોના બીલો મંજુર કરાવવા દબાણ લાવવા સંગઠીત થઈ આંદોલનાત્મક રીતે પ્રેશર ટેકનીક ઉભી કરી કરેલ કામગીરીમાં ગેરરીતીઓ આચરેલ હોય જે ખુલ્લી પડે તે પહેલા બીલોના નાણા મેળવી લેવા આવી પ્રવૃતિ આચરેલ છે અને આ પ્રકારની પ્રવૃતિ જાણ મુજબ રજા પર રહેલ કાર્યપાલક ઈજનેર ગોહેલના માર્ગદર્શન નીચે કરેલ છે.
માંગરોળ વિજ ડીવીઝનનાં ખર્ચ વિભાગમાં માંગરોળ વિજ ડિવીઝન તાબાની તમામ પેટા વિભાગીય કચેરીઓના કોન્ટ્રાકટરો દ્વારા રજુ કરેલ બીલોવાળા તમામ કામોમાં ૫૦% ઉપર ગેરરીતિ કરવામાં આવેલ છે અને આ ગેરરીતિ અધિકારીઓની મીલીભગત અને સાંઠગાઠથી કરવામાં આવેલ હોય. આ તમામ રજુ થયેલા બીલોવાળા કામોમાં જે જે પ્રકારની ગેરરીતિઓ થયેલ છે
તે અમો તમામ બીલો વાળા કામોમાં તપાસ ટીમ સાથે જાતે જાનના જોખમે સ્થળ ઉપર જઈ અને તપાસ ટીમને આવી ગેરરીતિઓ બતાવવા અને ગેરરીતિઓ ખુલ્લી પાડવા તૈયાર હોય એવા સંજોગોમાં ૫૦%થી ઉપર ગેરરીતિઓ ખુલ્લી ન પાડી શકીએ તો અમો સામે ખોટી ફરિયાદો બાબતે અમો સામે ધારાસર કાર્યવાહી કરવાની ખુલ્લી છુટ સાથે ગેરરીતિ ખુલ્લી પાડવાની ઓપન ચેલેન્જ આપતા હોય અને આ ગેરરીતિથી ગેરવલ્લે જનાર નાણાએ રાજયની પ્રજાના પરસેવાના પૈસા હોય તેમાં ગેરરીતિ અટકાવવા તંત્રની પણ જવાબદારી બનતી હોય અને નાગરિક તરીકે અમો પણ આવા સરકારી ખજાનાના નાણા ગેરવલ્લે જતા અટકાવવા અમારી નાગરિક તરીકેની ફરજ ગણી આવા ભ્રષ્ટ કોન્ટ્રાકટરો અને અધિકારીઓની ચેનલને અમો આંખના કણાની જેમ ખુંચતા હોય અને અમારા ઉપર જાનનું જોખમ હોવા છતાં અમો નાગરીક તરીકે અમો અમારી ફરજ બજાવવા તૈયાર હોય. અમોને સાથે રાખી આ બાબતેની તપાસો કરવા અને જયાં સુધી તપાસ ન થાય ત્યાં સુધી આ રજુ થયેલ બીલોનું સ્ટોપ પેમેન્ટ કરવા માંગ છે.