સંશોધકના ડેટા યુનિવર્સિટીના યુ.જી.સી. વિભાગે અપલોડ ન કરતા પાંચ માસથી ફેલોશીપના નાણા અટકયા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અલગ અલગ વિભાગમાં ૪૩ સંશોધકોને સંશોધન માટે યુ.જી.સી. દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. અત્યાર સુધી ખાનગી બેંક મારફત યુ.જી.સી.માં સંશોધકોના ડેટા અપલોડ કરવામાં આવતા હતા જો કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમીશને હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મારફત સંશોધકોના ડેટા અપલોડ કરવાને બદલે યુનિવર્સિટીના યુ.જી.સી. વિભાગને હવે ઓડીટ કરવાનું સુઝતા છેલ્લા પાંચ માસથી સંશોધકોની ફેલોશીપ અટકી પડી છે. એમાં પણ ૩ સ્કોલર તો એવા છે કે જેઓ સૌરાષ્ટ યુનિવર્સિટીનું ગૌરવ ગણાય છે.
આવા સંશોધક પાસેથી હિસાબ માંગવામાં આવતા સંશોધકોમાં ભારે નારાજગી ફેલાય છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સંશોધન કરતા સંશોધકોને પ્રોત્સાહન કે તેમનું સન્માન કરવાને બદલે તેમને મળતી સ્કોલર શીપ ઓડિટ કરવાનું વિચારી રહી છે. જો કે સંશોધકોને ફેલોશીપથી વંચીત રહેવું પડયું છે. અને યુનિવર્સિટીનુ ગૌવર ગણાતા ત્રણ સંશોધક સહીત ૪૩ એ તાત્કાલીક ફેલોશીપ મળે તેવી માંગ કરી છે.