દસાડા તાલુકા સરપંચ યુનિયન દ્વારા કલેકટરને ઉગ્ર રજૂઆત સાથે આવેદન પાઠવ્યું
સુરેન્દ્રનગર જિલ્લામાં લગભગ વિસ્તારની ભૌગોલીક અને કૃષિ ઉત્પાદન ટકાવારી સરખા જેવી જ રહેતી હોય છે પણ પાટડી, દસાડા વિસ્તારમાં પાણીની વ્યવસ્થા નહિવત પ્રમાણે હોવાથી યોગ્ય પિયતની વ્યવસ્થા નથી અને ગામના પાક નિષ્ફળ ગયેલ હોવા છતા પણ પાક વિમો મળેલ નથી.
આવી વિષમ પરિસ્થિતિમાં ખેડુતોને પાક વિમો મળેલ નથી આ જગતનો તાત કયાં જાય? ત્યારે ઘણા બધા વિચારો આવે છે કે જયાં બીજા વિસ્તારમાં પિયતની વ્યવસ્થા હોય છતા પણ તે વિસ્તારમાં પાક વિમો આવતો હોય અને પાટડી, દસાડામાં વિકટ પરિસ્થિતિ હોવા છતા પણ પાક વિમો ન આવતો હોય તો કયાંકને કયાંક વાહલા દવલાની નીતિ થતી હોય તે દેખાઈ રહ્યું છે. તો પાટડી, દસાડા વિસ્તારને (અછત) દુષ્કાળગ્રસ્ત વિસ્તાર જાહેર કરવામાં આવે અને યોગ્ય સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવે અથવા તો સરકાર આમ જવાબદારના પણ હોઈ શકે પરંતુ વિમા કંપનીઓ દ્વારા ખોટા સર્વેના આંકડા ઉભા કરી ખેડુતોને છેતરતા હોય તેવું લાગી રહ્યું છે.
તો આ બાબતમાં વ્હેલામાં વ્હેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં આવે અને ખેડુતોને દુખદ પરિસ્થિતિમાથી નિકળવા માટે જે તેમના હકના નિકળતા પાક વિમાની સહાય તાત્કાલીક ધોરણે ખેડુતોને મળે તે હેતુથી દસાડા તાલુકા સરપંચ યુનિયન દ્વારા કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતુ.