ઉ૫લેટા ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ વિનુભાઇ ધેરવાડાની ચીફ ઓફીસરને રજુઆત
ઉપલેટા શહેરની ભૂગર્ભ ગટર યોજના મંજુર થયેલ છે. આ યોજના ઉપલેટા શહેરના આરોગ્ય માટે ફાયદાકારક છે. આ યોજના તો ઘણા સમયથી પેન્ડીંગ હતી પણ નગરપાલિકાને ઉપલેટાના રોડ, રસ્તા સારા કરવામાં રસ હતો. જેથી આ યોજનાનો વિલંબ થયો રોડ, રસ્તાની સાથે લોકોના આરોગ્ય તથા સ્વાસ્થ્ય માટે પણ વચાર કરવો જોઇએ. આ યોજનાનું કામકાજ શરુ થાય તે પહેલા જ થોડું ઘ્યાન દોરવા માંગીએ છીએ.
જે યોજના આપણા નજીકના શહેર ધોરાજીમાં થઇ તેનું વાસ્તવિક ચિત્ર દેખાઇ છે જેમાં વેપારીઓ તથા લોકો કેવા હેરાન થયા તેનું પુનરાવર્તન ઉપલેટા શહેરના ના થાય તે ઘ્યાન રાખવું જે કામ થયું હોય તેને તાત્કાલીક કાચું મેટલથી પુરાણ કરી લેવું જેથી લોકોને હાલાકી ઓછી ભોગવવી પડે.
વેપારીના બજારની કામગીરી શરુ થાય તેમાં વધારે ટાઇમ રાત્રીના ભાગે કામ ચાલે તેવી વ્યવસ્થા કરવી અને તે કામ પુરુ થાય તે તરત જ મેટલથી તેનું પુરાણ કરી વેપારીના ધંધા રોજગારમાં જેમ બને તેમ ઓછી તકલીફ થાય તેવી અમારી માંગણી છે. ગટર વ્યવસ્થા છે તે જગ્યા ઉપર ખોદાણ કરીને ત્યાં અંદર ભુંગરા ફીટ ન થઇ શકે.
આપ આ યોજનાના કોન્ટ્રાકટરની કંપની સાથે વાતચીત કરી સ્થળ નીરીક્ષણ કરી સમજી વિચારીને કામ ચાલુ કરવું. તેમજ ઉપલેટા શહેરના વિકસીત એરીયા જેવા કે દ્વારકાધીશ સોસાયટી, જવાહર સોસાયટી, વૃંદાવન પાર્ક, હરિકૃષ્ણનગર જેવા વિસ્તારો તો ઓલરેડી ભૂગર્ભ ગટર હાલ ચાલુ છે. તે બધી લાઇનની મુખ્ય લાઇન સાથે ખાલી જોઇન્ટ આપી દેવાથી ત્યાં કશું ભુગર્ભ ગટરનું કામ કરવું પડે તેમ નથી. છતાં પણ આખા શહેરનો સર્વે કરી વેપારી તથા લોકોને જેમ બને તેમ ઓછી તકલીફ થાય તે ઘ્યાને લેવા તથતા આપની ભૂગર્ભ ગટર યોજનાની કંપનીને જે યોગ્ય નિર્ણય કરી અમોને સંતોષકાર જવાબ આપે તેવી માંગ છે.