લોકોના દુ:ખ સાંભળવા આવેલા સાંસદ રસાલા સાથે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા સાથે સભાઓ ભરતા લોકોમાં રોષ

પોરબંદરના  સાંસદ આ વિસ્તારના ધારાસભ્ય અને ભાજપના લોકોના રસાલા સાથે ધેડ પંથકના લોકોના દુ:ખ સાંભળવાના બહાને નીકળી પડ્યા છે, ત્યારે લોકો નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે અને સત્વરે સર્વે કરાવી ઘેડને ફરી ઉભુ કરવાની ઉગ્ર માંગ કરી રહ્યા છે.

ચોમાસાની શરૂઆતથી મેઘ રાજા અનરાધાર વરસતા અને ઉપરવાસમાં પણ ભારે વરસાદ અને પૂરના કારણે ઘેડ પંથકમાં આવેલ ભરપૂર પાણી એ એક દશકાથી વધુ વર્ષનો રેકોર્ડ તોડી નાખતા ઘેડ પંથકમાં દરીયા જેવો માહોલ સર્જાયો છે, ખેતરોમાં પણ કેળ સમા પાણી જોવા મળી રહ્યા છે, મગફળી નિષ્ફળ જશે સાથે પશુઓ માટે ઘાંસચારો પણ છીનવાઈ ગયો છે.

છેલ્લાં એક મહીનાથી સતત ઘેડ પંથકમાં ખેતરોમાં પાણી ભરાયેલા છે વારંવાર ઘેડ પંથક પુરગ્રસ્ત બન્યો છે, લોકો અનેક મુશ્કેલી અને તકલીફોનો ભોગ બન્યા છે, ત્યારે  છેવટે આ વિસ્તારના સાંસદ રમેશ ધડુક દ્વારા ધારાસભ્યને સાથે રાખી ઘેડ પંથકની મુલાકાત કરી રહયા છે, અને સોશીયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર સભા ભરી, માસકના નિયમોનું ઉલ્લંઘન કરી, લોકોની તકલીફ અને પ્રશ્નો સાંભળી રહ્યા છે.

બીજી બાજુ ધેડ પંથકના લોકો નેતાઓની આવી સભાથી નારાજ છે, કારણ કે, લોકો જ્યારે પાણીમાં ડૂબ્યા હતા ત્યારે નેતાઓ દેખાયા ન હતા, અને લોકોનો પાક અને અમુક ગામોમાં ઘર વખરી પલળી ગઈ, તણાઈ ગઈ બાદ હવે  ભાજપના લોકોના રસાલા સાથે દુ:ખ સાંભળવાના બહાને નીકળી પડ્યા છે, ત્યારે લોકો નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે અને સત્વરે સર્વે થાય તેવી માંગ કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.