અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘની એમડીને રજુઆત: કામની સાપેક્ષે સ્ટાફની ઘટ હોવાથી વીજ અકસ્માતો સર્જાવાનું જોખમ
છેલ્લા ૩ મહીનામાં જ પીજીવીસીએલ કંપની માં અનેક વીજ અકસ્માતોમાં ટેકનીકલ કર્મચારીઓએ પોતાનો જીવ ગુમાવેલ છે જે ફકત અતિશય કામગીરી નો બોજ, અપૂરતા અને ઓછા ટેકનીકલ સ્ટાફ, વધી ગયેલ ગીચ નેટવર્ક, રીટર્ન પાવર જે જી વાય અને એજી ફીડરમાં રહેલ ક્રોસીંગ અને સ્થાનીક લેવલ ઉપર જલ્દી પાવર ચાલુ કરવાની સુચનાઓ અને કોઇ અન્ય સાથી કર્મચારીઓ વગર કામગીરી કરતા હોવાના કારણે થવા પામેલ છે. જેથી તાત્કાલીક વધારનો સ્ટાફ મંજુર કરવા અપીલ ગુજરાત વિઘુત કામદાર સંઘે એમડીને રજુઆત કરી છે.
રજુઆતમાં જણાવ્યું છે કે અખિલ ગુજરાત વિઘુત કામદાર સંઘ દ્વારા અવાન નવાર મેનેજમેન્ટ ને લેખીત રજુઆત અને મીટીંગમાં ચર્ચા થયેલ છે. અને વર્ષો જુના સ્ટાફ સેટઅપ ની સામે હાલ ના સમયમાં ખુબ વધી ગયેલ કાર્યબોજ ને ઘ્યાને લઇ જીએસઓ-૪ મુજબ ના માપદંડ મુજબ તમામ સબ ડીવીઝન માં ખુટતો સ્ટાફ ભરવા જણાવેલ છે અને મેનેજમેન્ટ દ્વારા અમારી રજુઆતને ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લી. અને સરકાર સુધી પહોચાડી કાર્યવાહી કરેલ છે તે બદલ આભારી છીએ પરંતુ હવે જે રીતે અકસ્માતોની પરંપરા સર્જાય રહી છે અને વીજ કર્મચારીઓ પોતાનો જીવ ગુમાવી રહ્યા છે તે ખુબ ગંભીર બાબત હોય આ ઉપલી કચેરી અને ઉર્જામંત્રી એ અવગતા કરી યોગ્ય કાર્યવાહી કરવા અનુરોધ છે.
સમગ્ર ભારતમાં પીજીવીસીએલ કંપનીની કામગીરી તમામ સ્તરે અગ્ર રહેલ છે તે ખરેખબ આ ટેકનીકલ સ્ટાફ ની દિવસ રાત અને કોઇ નોકરી ના સમયને ઘ્યાને રાખ્યા વગર અનેક વિપરીત સંજોગો જેવા કે પુર, વાવાઝોડા, વરસાદ અને ઉનાળા ની ૪પ ડીગ્રી તાપમાનમાં કરેલ ઉતમ કામગીરી ને આભારી છે અને સતત જીવ ના જોખમે પોતાની ફરજ બજાવતાં ટેકનીકલ સ્ટાફ હાલમાં અપુરતા સ્ટાફ ના કારણે પોતાના પરિવાર સાથે તહેવાર ઉજવી ના શકે રજા ભોગી શકતા નથી અને વિલેજમાં પોતાની ફરજ બજાવતાં કર્મચારીઓ સાવ એકલા કોઇ સુપરવાઇઝર વગર પણ એચ.ટી. એલ.ટી.સી. અને ગ્રાહકોના સર્વે ડીસ કનેકશન ગ્રાહકો ની ફરીયાદનું નિવારણ કરવા એકલા ફરજ બજાવી રહ્યા છે અને સતત