આર્થિક મુશ્કેલી કે અન્ય કારણોસર ઘોંચમાં પડેલા પ્રોજેકટ્સ રોકાણકારોના અટવાયેલા નાણાંની સલામતી માટે ખાસ ભંડોળ ઉભુ કરવા એફપીસીઈ સંસ્થાની કેન્દ્રીય નાણામંત્રીને રજૂઆત
દેશમાં ઘર ખરીદનારાઓના હિત માટે કાર્યરત ફોરમ ફોર પીપલ્સ કલેકટીવ એફોર્ટ દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ અટવાયેલા બિલ્ડીંગ પ્રોજેકટોને સમયસર પૂર્ણ કરવા ૧૦ હજાર કરોડ રૂ|. નું આપાતકાલીન ભંડોળ પૂરૂ પાડવા રજૂઆત કરી છે. એફોર્ટ દ્વારા આ રજુઆત નાદારીના આરે આવીને ઉભેલા વ્યકિતગત અને ખાનગી પ્રોજેકટોનાં ઘર બુકીંગ કરાવનારા લોકોના રોકાયેલા નાણાંનો યોગ્ય નિકાલ થાય તથા તેમને નિયમ સમય મર્યાદામાં ઘરનું ઘર મળષ તે માટે આ રજૂઆત કરવામાં આવી છે.
ફોરમફોર પીપલ્સ કલકટીવ અફોર્ટ કે જે અગાઈ ફાઈટ ફોર રેરાના નામથી ઓળખાતી હતી. તે સંસ્થાએ બાંધકામ ઉદ્યોગના નિયમોને ગ્રાહક લક્ષી બનાવવા માટે સરકારને મહત્વના સુચનો કર્યા છે. એફપીસીઈ દ્વારા સરકાર સમક્ષ પ્રસ્તાવ કરવામાં આવ્યો છે કે, નબળા પડી ગયેલા બિલ્ડરોનાં અટવાઈ પડેલા હાઉસીંગ પ્રોજેકટને પૂરા કરવા માટે સરકારી સહાયની જરૂર ઉભી થઈ છે. નાદારીની પ્રક્રિયાથી ગ્રાહકોનાં હિતના ગેરફાયદાઓ અટકાવવા માટે ખાસ વ્યવસ્થાની જરૂર છે.
હાઉસીંગ પ્રોજેકટો ને સમયસર પૂરા કરવા માટે સરકાર દ્વારા ઉભા કરવામા આવનારા ફંડમાંથી નિયમિત કરેલ વ્યાજદરે સમયસર નાણાંકીય સહાયની જોગવાઈથી પ્રોજેકટમાં સામેલ રોકાણકારોમાં માલ સામાન પહોચાડનારા વ્યાપરીઓ, ગ્રાહકો અને કોન્ટ્રાકટરોની મૂડીની અસલામતીન જોખમ અને નાદારીની શકયતા સામે સુરક્ષા પ્રદાન કરવાની જરૂર છે. એફપીસીઈએ સરકારને મોકલેલા પ્રસ્તાવમાં એ વાતને ખાસ અગ્રતા આપવામાં આવી છે કે મધ્યમ અને ગરીબ વર્ગનાં ઘર ખરીદનારાઓ તેમના જીવનની તમામ જમા પુંજી અને બચત રોકતા હોય છે. અને તેની સામે કયારેક જોખમ ઉભુ થઈ જતુ હોય છે. અને અનેક કિસ્સાઓમાં જીવનભરની બચત અટકી ગયલે પ્રોજેકટના કારણે ગુમાવવાનો વારો આવે છે.
ખરીદદારોના હિતની સુરક્ષા માટે રચવામાં આવેલી આ સમિતિએ નાણામંત્રી નિર્મલા સીતારમનને પાઠવેલા પત્રમાં જણાવાયું છે કે અમારૂ સરકારને સૂચન છે કે સરકાર નાણાં ખરડો કે કોઈપણ રીતે રીયલ અસેટેટ નાદારી અને બેંકીંગ કાયદા અન્વયે ઘર ખરીદનારાઓ માટે પ્રાથમિક ધોરણે સલામત વ્યવસ્થા ઉભી કરવી જોઈએ. આ સમિતિએ એવું પણ સૂચન કર્યું છે. આ પ્રસ્તાવ આવતા અઠવાડીયે રજૂ થનારા બજેટમાં સામેલ કરવું જોઈએ.
મંત્રાલયે ખાસ કાર્યના ભાગ રૂપે આપાત કાલીન ભંડોળ ઉભુ કરીને નાણાંભીડના કારણે અટકી પડતા બિલ્ડરોના હાઉસીંગ પ્રોજેકટને પૂરા કરવા માટે નાણાંની વ્યવસ્થા કરવા આ પત્રમાં માગ કરાય છે.