ધ્રાગધ્રા તાલુકો પણ દુષ્કાળગ્રસ્ત શહેરોમા હોય જેના લીધે અહિ પણ સરકાર દ્વારા માલધારીઓને વિનામુલ્યે ઘાસચારો મળશે તેવી જાહેરાત કરાઇ છે જેનુ સ્થળ નક્કી કરી માલધારીઓને ઘાસચારો આપવાની જાહેરાત થઇ ચુકી હતી પરંતુ જ્યારે ધ્રાગધ્રા પંથકના ગામડાઓમાથી માલધારી લોકો ઘાસચારો લેવા માટે જાય છે ત્યારે માવધારીઓને દરરોજ ધરમના ધક્કા જ કરવા પડે છે કારણ કે સરકારની જાહેરાત પ્રમાણે અહિ ખરેખર ઘાસચારાનો સ્ટોક પુરતો નહિ હોવાના લીધે માલધારીઓને ઉદાસ મોઢે પાછુ ફરવુ પડે છે. જેથી ધ્રાગધ્રા તાલુકાના રાવળીયાવદર ગામના માવધારી સમાજ દ્વારા આજે પોતાના પશુઓ એકઠા કર્યા હતા જેમા સમસ્ત ગામલોકો દ્વારા જણાવાયુ હતુ કે સરકાર દ્વારા મળતા ઘાસચારાની સહાય તેઓને હજુ સુધી મળી નથી અને વારંવાર તેઓ ઘાસચારો લેવા માટે ધરમના ધક્કા જ ખાય છે જેના લીધે પોતાની રોજી રોટી પણ ચલાવી શકતા નથી. પોતાના પશુની સાથે પોતાના પરીવારના સભ્યોને પણ દરરોજનુ એક ટંકનુ ભોજન લેવામા મહા મહેનત પડી રહી છે ત્યારે અગામી સમયમા પોતાના ગામ લોકોને સરકાર દ્વારા અપાતો વિનામુલ્યે ઘાસચારો મળી રહે તેવી માંગ સાથે ધ્રાગધ્રા મામલતદાર સેરશીયાને આવેદનપત્ર પાઠવ્યુ હતુ સાથે ગામના યુવા માલધારી અગેવાન નાગજીભાઇ રબારી દ્વારા જણાવ્યુ હતુ કે અગામી સમયમા જો માવૃઆરી સમાજને ઘાસચારો નહિ મળે તો સમસ્ત રાવળીયાવદર ગામ સહિત માલધારી સમાજ પોતાના પશુઓને લઇ મામલતદાર કચેરીનો ઘેરાવ કરશે ત્યારે ધ્રાગધ્રા મામલતદાર દ્વારા આવતા દિવસોમા તમામને ઘાસચારો મળી રહે તેવી સુવિધા કરી આપશે તેમ આશ્વાસન આપ્યુ હતુ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.