બલદાણા ગામની સીમ જમીનમાં સિંચાઇ માટે વડોદ ડેમમાંથી લીંબડી ભોગાવો-ર જળ સંપતિ યોજના હેઠળ આવેલી બન્ને કેનાલ દ્વારા પિયત થાય છે.
ડેમમાં વરસાદ થતાં પિયત થાય તેટલું પાણી હતું જ પરંતુ નર્મદાની કેનાલ દ્વારા પાણી છોડવામાં આવતા બન્ને પાણી ભેગા થવાના કારણે નાયબ કાર્યપાલક ઇજનેર અને કાર્યપાલઇક ઇજનેરના કહેવા પ્રમાણે તેઓએ નર્મદાની ઓફીસથી પાણી આપવાની માગણી કરી મંજુરી લઇ મંજુરી હુકમ મળ્યા બાદ જ પાણી આપી શકેશ માટે નર્મદાની ઓફીસથી બને શકે તેટલી વહેલી તકે ઝડપથી મંજુરી મળે તે માટે તેમજ સિંચાઇ પેટા વિભાગ સાયલા દ્વારા સરકારના નિયમ મુજબ જરુરી કાર્યવાહી ઝડપથી કરી સિંચાઇ માટે પાણી આપવામાં આવે તેવી ખેડુતોની માંગણી છે.