રાજકોટ જિલ્લા ભાજપ ઉપપ્રમુખની મુખ્યમંત્રીને રજૂઆત
સી.સી.આઇ દ્વારા કપાસની ઓનલાઇન ખરીદીનો નિર્ણય લેતા અને સૌરાષ્ટ્રના ખેડૂતોના વ્હારે આવવા બદલ રાજકોટ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ચેતન રામાણીએ મુખ્યમંત્રીને આભાર માની નિર્ણયને આવકાર્યો છે.
આ મામલે વધુ વિગત આપતા તેમણે જણાવ્યુ હતુ કે ગોંડલ માર્કેટયાર્ડમાં તારીખ ૧૬ – ૫ – ૨૦ ના રોજ કપાસ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યુ છે જેમાં એક કલાક કરતા ઓછા સમયમાં જ ૨૫૧૬ ખેડૂતોનું રજીસ્ટ્રેશન થઇ ગયેલ છે કે હાલ દૈનિક ૫૦ ખેડૂતોનો કપાસ સી સી આઈ દ્વારા ખરીદ કરવામાં આવતો હોવાથી હાલનું રજીસ્ટ્રેશન આશરે બે માસ સુધી માં પૂરું થશે તેવો ચોંકાવનારો આંકડો મારા સુઘી પહોંચ્યો છે તેથી આપ ને મારી એક એવી ખાસ વીનંતી છે કે રાજકોટ જીલ્લા મા જે પણ ચાર (૪) જગ્યા એ ખરીદ કેન્દ્રો શરૂ કરવામા આવ્યા છે તે તમામ જગ્યાએ સી.સી.આઈ દ્વારા કપાસ ની ખરીદી માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યુ છે તેના સમય ને એક કલાક જેવા ટુંકા ગાળામા સીમીત તેમજ મર્યાદીત રાખવા કરતા તેને ૨૪ કલાક માટે અવા વર્કીંગ હવર્સ સુઘી અમર્યાદીત કરવુ જોઇએ નહી તો જો એકલા ગોંડલ યાર્ડમા જ ૧ કલાકથી ઓછા સમયમા ૨૫૧૬ ખેડૂતો રજીસ્ટરેશન કરવાતા હોય ને દૈનીક ૫૦ ખેડુતોનો વારો આવેને ૨ માસ જેટલા લાંબા ગાળા સુઘી ખરીદી ચાલે તો બાકીના ખેડૂતો ની શુ પરિસ્થિતી થાય તેમજ આખાયે સોરાષ્ટ્રમા લાખો ખેડૂતો એ કપાસનુ વાવેતર કર્યુ છે તો ૧ કલાક જ ખરીદી ચાલુ રહેશે તો એમનો તો ક્યારેય વારો આવવો શક્ય નથી ને સૌરાષ્ટ્રના લાખો ખેડૂતો ઉપર માઠી બેસવાની તેમજ આર્થિક ભીંસ મા સમેટાય જાય તેવી પુરેપુરી શક્યતાઓ છે.