છેલ્લા થોડા સમય થયા પ્રવર્તી રહેલ કોરોના મહામારીના બીજા રાઉન્ડને કારણે ઘણા વેપારી તથા ટેક્ષ ક્ધસલ્ટન્ટ સંક્રમીત થયેલ હોય, કાર્યરત રહી શકે તેવી સ્થિતિમાં નથી અને વેપાર ઉધોગો પણ ભયંકર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલ છે ત્યારે પોતાના વેપાર અંગેના રોજેરોજના એકાઉન્ટન્સ વગેરેની જાળવણી થઈ શકેલ ન હોય, ખરીદ વેચાણના ચોકકસ આંકડા નકકી કરી શકાય તેમ નથી. તેમજ ક્ધસલ્ટન્ટ પણ સંક્રમિત થયેલ હોય, આવા જી.એસ.ટી. કાયદા હેઠળના પત્રકો ભરી શકાય તેમ ન હોવાને કારણે મોડા ભરવાથી રોજના 50 રૂપિયા પેનલ્ટી થતી હોય છે. આવા સંજોગોમાં પત્રકો ભરવાની મુદતમાં યોગ્ય સમયનો વધારો કરવો જરૂરી છે.
તે સાથે એ પણ ધ્યાને લેવુ જરૂરી છે કે, જયાં સુધી ખરીદી અંગેના પત્રકો ભરાશે નહીં ત્યાં સુધી ક્રોસ વેરીફીકેશન અંગે ખરાઈ પણ નહીં થઈ શકે. તેવા સંજોગોમાં વેપારી દ્વારા ભરવામાં આવેલ વેરાનું રીફંડ રોકાઈ રહેશે અને વેપારીઓની મોટી મુડી રીફંડના વાંકે રોકાઈ જશે.
જેની અસર દેશના અર્થતંત્ર પર પણ આવી શકે છે. જે અંગે સરકારએ યોગ્ય વિચારણા કરી વેપારીઓને સરળતા રહે તેવા નિર્ણય લઈ યોગ્ય કરવું જરૂરી બની રહે છે.
આ બાબતે ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા જી.એસ.ટી. કાઉન્સીલના ચેરમેન તેમજ કેન્દ્રના નાણામંત્રી નિર્મલા સીતારામન અને રાજયના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નિતીનભાઈ પટેલ તથા જીએસટી કમિશનર તેમજ કેન્દ્રના સીબીઆઈસીના ચેરમેન સમક્ષ રજુઆત કરવામાં
આવેલ છે. ગ્રેટર રાજકોટ ચેમ્બરના ઉપપ્રમુખ રાજીવભાઈ દોશી તથા ઈન્ચાર્જ મંત્રી ઈશ્ર્વરભાઈ બ્રાંભોલીયા દ્વારા જણાવવામાં આવેલ છે.