vlcsnap 2021 05 20 13h53m34s489મેડિકલ ક્ષેત્રેના લોકોને દવાના વેપારીઓને અને ખરીદનાર લોકો દર્દીઓને આર્થિક ભારણ ઘટશે. પણ દેશમાં બનતા ઓકિસજન સિલિન્ડર બોટલ ખાલી સ્ટીલ બોટલ ઉપર 18% છે અને દેશની હજારો સંસ્થાઓ એ હજારોની સંખ્યામાં ઓકિસજન ખાલી સિલિન્ડર છેલ્લા બે માસમાં ખરીદ કર્યા જેના ઉપર 18% જીએસટી ચૂકવેલ છે.દેશની હજારો સામાજિક સંસ્થાઓ, કાર્યકરો, ચેરીટેબલ ટ્રસ્ટઓ એ આવા ખાલી સિલિન્ડર દેશમાં જ બનાવતા 6 થી 8 કંપનીઓ પાસે ખરીદ કરેલ છે.ફકતને ફકત સેવામાં અને મફત જ સેવા પૂરી પાડી કોરોનાની વિકટ પરિસ્થિતિમાં સરકારની પડખે ઉભી રહી છે. આવા ખાલી સિલિન્ડર સ્ટીલ બોટલ તેના ઉપર 18% જીએસટી લાગે છે. જયારે કોઈ સંસ્થા 5 નંગ ખરીદ કરે છે ત્યારે તેને એક સિલિન્ડર ખર્ચનું ભારણ આ 18 ટકા જીએસટીને કારણે વધુ લાગે છે. કોરોના ખતમ થાય પછી ખરીદનાર સામાજિક સંસ્થાઓ, સેવા કરતા ટ્રસ્ટોને આ સિલિન્ડર કઇ કામ લાગવાના નથી અને મોટી રકમ રોકાણ થઈ ગયું છે. હવે જયારે સરકાર ઓકિસજન કોન્સ્ટ્રેટરનો જીએસટી ઘટાડે છે ત્યારે ઓકિસજનના ખાલી બાટલાનો તેટલોજ રાખવો જોઈએ. અથવા 5 ટકા કરવો જોઈએ. તેવી માંગની સંસ્થાઓએ ઉઠાવી છે.

સિલિન્ડર ખરીદ કરનાર ચેરીટેબલ ટ્રસ્ટો, સામાજિક સંસ્થાઓને અને વ્યકિતગત દાન આપી સેવા કરનાર લોકોને ઓકિસજનના ખાલી બાટલા ઉપર ભરેલ 18 ટકા જીએસટી મજરે મળતો નથી ઇનપુટ ટેકસ ક્રેડિટ પણ લેતા નથી કારણકે તે સેવા માટે લે છે. કોઈ ધંધાદારી ગણતરી હોતી નથી એટલે શુક્રવારે મળનાર જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણય કરવો જરૂરી હોવાનું સામાજીક સેવાકીય સંસ્થાના અગ્રણીઓ ઇચ્છી રહ્યા છે.

જો જીએસટીની વસૂલી ન કરાય તો ત્રીજી લહેરમાં સામાજિક સંસ્થા વધુ સેવા આપી શકશે: જયેશભાઈ ઉપાધ્યાય(બોલબાલા ટ્રસ્ટ)

vlcsnap 2021 05 20 13h56m30s212c

બોલબાલા ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ ઉપાધ્યાયે કહ્યું હતું કે, જ્યારે કોરોનાની બીજી લહેર દરમિયાન ઓક્સિજન સિલિન્ડરની ભારે જરૂરિયાત ઉભી થઇ હતી તે સમયે રાજકોટ-સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરની સેવાકીય સંસ્થાઓએ ખડેપગે રહીને સેવા હતી. બોલબાલા ટ્રસ્ટ દ્વારા પણ અનેકવિધ ઓક્સિજનના ખાલી બાટલાની ખરીદી કરીને લોકોને રાહતદરે આપવામાં આવ્યા હતા. જે કોઈ સેવાભાવી સંસ્થાઓએ બાટલાની ખરીદી કરી તે બધાને 18%ના દરે જીએસટીની ચુકવણી કરી હતી. ઔદ્યોગિક એકમો પાસે 18%નો દર વસુલવામાં આવે તે વ્યાજબી વાત છે પણ સેવાભાવી સંસ્થાઓ કે જેમણે ફક્ત સેવાકીય પ્રવૃત્તિ માટે જ ઓક્સિજન બાટલાની ખરીદી કરી હતી તેમની પાસે પણ 18% જીએસટી વસુલવામાં આવે તે વાત ગેરવ્યાજબી છે. ઔદ્યોગિક એકમો જીએસટીમાં રજીસ્ટર્ડ હોવાથી તેમને ઇનપુટ ટેક્સ ક્રેડિટ પણ મળતી હોય છે પરંતુ સેવાકીય સંસ્થાઓને તેનો પણ લાભ મળી શકતો નથી ત્યારે કેન્દ્ર સરકાર અને જીએસટી કાઉન્સિલને અમારી નમ્ર અપીલ છે કે, સેવાકીય સંસ્થાઓ માટે જીએસટીનો દર બિલકુલ શૂન્ય કરી દેવામાં આવે જેથી કોરોનાની ત્રીજી લહેરમાં જો જરૂરિયાત જણાય તો સામાજિક સંસ્થાઓ વધુને વધુ બાટલાની સેવા આપી શકે.

ઔદ્યોગિક એકમો અને સેવાકીય સંસ્થાઓને એક જ લાકડીએ દોરવું ગેરવ્યાજબી: વિજયભાઈ ડોબરીયા(સદભાવના ટ્રસ્ટ)

vlcsnap 2021 05 20 13h53m28s016

સદભાવના ટ્રસ્ટના વિજયભાઈ ડોબરીયાએ કહ્યું હતું કે, સામાજિક સંસ્થાઓ ફક્ત સેવાકીય પ્રવૃત્તિ માટે જ ઓક્સિજન બાટલની ખરીદી કરતી હોય છે. સરકાર જ્યાં પહોંચી શકતી નથી ત્યાં સરકારવતી લોકોની સેવા અર્થે અમે ઓક્સિજનના બાટલાનું વિતરણ શરૂ કર્યું હતું. અમે જેટલા પણ બાટલાની ખરીદી કરી હતી તેમાં 18% લેખે જીએસટીની ચુકવણી કરી છે. જો અમારી પાસે આ જીએસટીની રકમ લેવામાં ન આવી હોત તો અમે કદાચ બમણા સિલિન્ડરની ખરીદી કરીને વધુ લોકોની સેવા કરી શક્યા હોત. 18% જીએસટીનો દર ઔદ્યોગિક એકમો દ્વારા વસુલવામાં આવે તે વ્યાજબી વાત છે કારણ કે, ત્યાં વેપારીક દ્રષ્ટિકોણ હોય છે જયારે સેવાકીય સંસ્થા નહીં નફા, નહીં નુકસાનના ધોરણે ઓક્સિજન બાટલાનું વિતરણ જરૂરિયાતમંદ લોકોને કરવામાં આવે છે ત્યારે બન્નેને એક જ લાકડી દોરવું એ યોગ્ય નથી. આ દર જો સેવાકીય સંસ્થાઓ માટે કાઢી નાખવામાં આવે તો અમે વધુને વધુ લોકોની મદદ કરી શકીશું અને ખાસ જ્યારે સામાજિક સંસ્થાઓ સરકારની સાથે ખંભેથી ખંભો મિલાવીને કાર્યરત હોય ત્યારે સરકારે જીએસટીનો દર સેવાકીય સંસ્થાઓ પાસે ન લેવી જોઈએ તેવું મારુ માનવું છે.

જીએસટીના દરમાંથી સામાજિક સંસ્થાઓને મુક્તિ મળવી જોઈએ: સંજય હીરાણી (ક્રાંતિ માનવ સેવા ટ્રસ્ટ)

vlcsnap 2021 05 20 13h56m49s886

ક્રાંતિ માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ સંજયભાઈ હિરાણી એ કહ્યું હતું કે, કોરોનાની બીજી લહેર દરમિયાન ભારે મોટી સંખ્યામાં લોકોને ઓક્સિજનના બાટલાની જરૂરિયાત પડી રહી હતી. તે સમય દરમિયાન સેવાભાવી સંસ્થાઓએ આગળ આવીને બાટલાની ખરીદી કરીને જરૂરિયાતમંદ લોકોને રાહતદરે આપીને સેવાયજ્ઞ શરૂ કર્યો હતો. સરકાર જ્યાં પહોંચી શકી નહીં ત્યાં સેવાભાવી સંસ્થાઓ લોકોની વ્હારે પહોંચી હતી. ત્યારે ઓક્સિજન બાટલાની ખરીદી પર 18%નો વસુલતો દર બિલકુલ અયોગ્ય છે. સરકારે સેવાભાવી સંસ્થાઓની પ્રવૃત્તિઓ અને કપરા કાળમાં સામાજિક સંસ્થાઓની જરૂરિયાતને ધ્યાને રાખીને આ તોતિંગ ટેક્સ સેવાભાવી સંસ્થાઓ પાસેથી વસુલવો જોઈએ નહીં. હજુ ત્રીજી લહેર વધુ ઘાતક હોઈ શકે તેવી ચેતવણી નિષ્ણાંતો આપી ચુક્યા છે ત્યારે ત્રીજી લહેરમાં ઓક્સિજન બાટલાની ઘટ ન પડે તેના માટે જો સરકાર જીએસટીમાંથી મુક્તિ આપે તેવી અમારી અપીલ છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, સેવાભાવી સંસ્થાઓને ઔદ્યોગિક એકમો માફક ઇનપુટ ટેક્સ ક્રેડિટ પણ મળતી નથી ત્યારે સેવાભાવી સંસ્થાઓને સંપૂર્ણ મુક્તિ મળવી જોઈએ.

જીએસટી રદ્દ થાય તો બમણા લોકોની સેવા કરી શકીશું: પરાગ પટેલ (બાલક હનુમાન ટ્રસ્ટ)

vlcsnap 2021 05 20 13h53m51s728

બાલક હનુમાન ટ્રસ્ટના પરાગભાઈ પટેલે કહ્યું હતું કે, કોરોનાની બીજી લહેર દરમિયાન લોકો ઓક્સિજનના બાટલાની માંગ સાથે અમારી પાસે આવતા હતા ત્યારે લોકોની જરૂરિયાતને ધ્યાને રાખીને અમે ઓક્સિજનના 500 બાટલાઓની ખરીદી કરીને લોકોની સેવા શરૂ કરવામાં આવી હતી. અમે કપરા કાળમાં 1500થી વધુ ઓક્સિજન બાટલાનું વિતરણ કર્યું હતું. સતત 25 દિવસ સુધી 24 કલાક બાટલાનું વિતરણ ચાલું રાખવામાં આવ્યું હતું. આ બાટલાની ખરીદી કરતી વેળાએ અમે 18% લેખે જીએસટીની ચુકવણી કરવી પડી હતી. જો આ રકમ અમારી પાસે વસૂલવામાં આવી ન હોત તો કદાચ અમે બમણા બાટલાની ખરીદી કરી શક્યા હોત અને વધુ લોકોને મદદ પહોંચાડી શક્યા હોત. હજુ ત્રીજી લહેરની ઘાત છે ત્યારે આ દર સંપૂર્ણ નાબૂદ કરી દેવામાં આવે તો સેવાભાવી સંસ્થાઓ વધુ મદદ કરી શકશે માટે સરકારને અપીલ છે કે, સેવાભાવી સંસ્થાઓ માટે આ દર માફ કરી દેવામાં આવે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.