પ્રધાનમંત્રી મોદી અને જાપાનમાં અધિકારોને વ્યકિતગત મળીશ:અનિતા
કોલકાતા, બર્લિન: નેતાજી સુભાષચંદ્ર બોઝના મૃત્યુ અંગે ચાલી રહેલા વિવાદની વચ્ચે નેતાજીની પુત્રી અનીતા બોઝનું નિવેદન બહાર આવ્યું છે. અનીતાએ એક એજન્સીને કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીને અરજ કરું છું કે જાપાનના મંદિરમાં મૂકેલી નેતાજીની રાખનો ડીએનએ ટેસ્ટ કરાવે. તેનાથી નેતાજીના મોતનું સત્ય જાણી શકાશે. પાછલી સરકારોના કેટલાક લોકોએ અવગણના કરી તેમણે એવો આરોપ પણ મૂક્યો કે પાછલી સરકારોના કેટલાક લોકોએ આ મામલે અવગણના કરી છે કારણ કે તેઓ નથી ઇચ્છતા કે આ રહસ્યથી પડદો ઊંચકાય. અનીતાએ ભાર દઇને કહ્યું કે નેતાજીના મૃત્યુના પુરાવા આજ સુધી મળ્યા નથી, છતાં હું માનું છું કે મારા પિતા ૧૮ ઓગસ્ટ ૧૯૪૫માં થયેલા વિમાન અકસ્માતમાં માર્યા ગયા હતા. જર્મનીમાં અર્થશાસ્ત્રી અનીતાએ કહ્યું કે હું પીએમ અને જાપાનના અધિકારીઓને વ્યક્તિગત રીતે મળીશ.