ગામના નવા પ્લોટ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતા રોગચાળો ફેલાયાની રાવ
હળવદ તાલુકાના રાયસંગપુર ગામે આવેલ નવા પ્લોટ વિસ્તાર માં ગ્રામ પંચાયતની અણ આવડતને કારણે વરસાદી પાણીનો ભરાવો થઈ જવાને લઈ ગામમાં રોગચાળો ફેલાઈ રહ્યો છે ત્યારે આ બાબતે નવા પ્લોટ માં રહેતા રહીશો દ્વારા ગ્રામ પંચાયતના તલાટી મંત્રીને રજૂઆત કરી વહેલી તકે સમસ્યા હલ કરવા જણાવાયું છે
પંથકના રાયસંપુર ગામે આવેલ નવા પ્લોટ વિસ્તાર માં સાર્વજનિક પ્લોટ તેમજ ખાનગી માલિકીના પ્લોટ અને ચાલવાના રસ્તા ઉપર વરસાદને કારણે પાણી ભરાઈ ગયું છે જે પાણીનો આજદિન સુધી ગ્રામ પંચાયત દ્વારા નિકાલ કરવામાં નહીં આવતા દુષિત બની ગયેલા પાણીના કારણે આજુબાજુના રહીશોને ક્યાં રહેવું તે મુશ્કેલ બન્યું છે સાથે જ શાળાએ જતા વિદ્યાર્થીઓ ને પણ આ દુષિત પાણી માંથી પસાર થવું પડી રહ્યું છે સાથે જ ટૂંક સમયમાં આ પાણીનો નિકાલ કરવામાં નહીં આવે તો રોગચાળો ફેલાઈ રહ્યો છે તે વધુ ફેલાશે તેવો ખતરો તોળાઇ રહ્યો છે
ત્યારે આ બાબતે નવા પ્લોટ વિસ્તારમાં રહેતા વાસુદેવભાઈ,મગનભાઈ,હરેશભાઈ,દીપકભાઈ,ઘનશ્યામભાઈ,જીગ્નેશભાઈ,ગોવિંદભાઈ,ગણેશભાઈ,કિરીટભાઈ અમરશીભાઈ સહિતનાઓ દ્વારા ગામના ટલાટી મંત્રી ને લેખિતમાં રજૂઆત કરી જણાવ્યું છે કે નવા પ્લોટ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાને કારણે મચ્છરો અને બીજા જીવ જંતુ નું મોટાપાયે ઉત્પન્ન થયું છે અને હાલ રોગચાળો ફેલાઈ રહ્યો છે જો આ પાણીનું એકાદ અઠવાડિયા નીકાલ નહી આવે તો આ વિસ્તારમાં મોટા પાયે રોગચાળો ફેલાય તેમ છે જેની જવાબદારી ગ્રામ પંચાયતની રહેશે કારણકે આ પાણી દિવાળી સુધી અહીં સુકાતું નથી સાથે જ એવા પણ ધગધગતા આક્ષેપ કરવામાં આવ્યા છે કે હાલ છે અમારા વિસ્તારમાં પરિસ્થિતિ ઉદ્ભભવી છે તેની માટે અગાઉના ગ્રામ પંચાયતના સભ્યો અને સરપંચ ની આવડતને કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જે સમસ્યા ને વહેલી તકે નિરાકરણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે