રાજુલા તથા જાફરાબાદ તાલુકામાં મંજૂર થયેલી
ધારાસભ્ય અંબરીષ ડેર દ્વારા ખનીજ વિભાગને કરાઇ રજૂઆત
રાજુલા તથા જાફરાબાદ તાલુકામાં મંજુર થયેલ કેપ્ટીવ લાઈમ સ્ટોન માઈનિંગ લીઝોની વિગતો પૂરી પાડવા બાબતે રજૂઆત ધારાસભ્ય અંબરીષ ડેર દ્વારા કરવામાં આવી છે.
98-રાજુલા વિધાનસભા મત ક્ષેત્રનાં રાજુલા/જાફરાબાદ તાલુકા મથકે આવેલ અલ્ટ્રા ટેક સિમેન્ટ કંપનીનાં સ્થાનિક અસરગ્રસ્ત ખેડૂતો/નાગરિકોની જુદા-જુદા વિષય અન્વયે વ્યાપક પ્રમાણમાં રજૂઆત/ફરિયાદ દિન-પ્રતિદિન મળી રહેલ છે, જેમાં મુખ્યત્વે સ્થાનિક અસરગ્રસ્ત વિસ્તારમાં કંપનીએ સરકારના પર્વતમાન કાયદા પ્રમાણે કંપની તેમની સામાજિક જવાબદારી નિભાવવામાં નિષ્ફળ ગયેલ છે, તેમજ સિમેન્ટ ઉદ્યોગ અને કેપ્ટીવ માઈનિંગની કામગરીથી સમગ્ર વિસ્તારમાં પર્યાવરણ ઉપર પડનાર અસરો તથા વન્યજીવો-પશુપક્ષીઓની સુરક્ષાઓનો પ્રશ્નો ખુબ મૌટા પ્રમાણમાં ઉપસ્થિત થવા પામેલ હોય, આ તમામ બાબતે માટે આ વિસ્તારનાં ચૂંટાયેલા જનપ્રતિનિધિનીના ફરજના ભાગરૂપે સંલગ્ન ઉચ્ચ ઓથોરીટી સમક્ષ આધાર-પુરાવા સાથે રજુ કરવા સબબ, સમય મર્યાદામાં સંપૂર્ણ વિગતો પૂરી પાડવા જણાવાયું છે.
લીઝોનું વર્ચ્યુલ અકાઉન્ટ કાર્યરત થયાની તારીખ થી આજ દિવસની તારીખ સુધીમાં થયેલ કુલ ખનીજ ઉત્પાદનનો માસિક-વાર્ષિક આંકડાઓની સંપૂર્ણ વિગતો જેમ બને તેમ ઝડપથી આપો, જેથી સ્થાનિક લોકોનું વારંવાર થતું શોષણ અટકાવી શકાય અને આ વિસ્તારના લોકોને પોતાના ગામમાં રોજી-રોટી, કામ-ધંધા, શિક્ષણ આરોગ્ય અને ઈન્ફાસ્ટ્રક્ટરની સુવિધાઓ વધી શકે, તેમ અંબરીષ ડેરે જણાવ્યું હતું.