જરૂરી હોય તો ચોકકસ સમય પૂરતું લોકડાઉન કરો: સામાજીક કાર્યકરની કલેકટરને રજૂઆત
વેરાવળમાં કોરોનાની બિમારી સતત વધી રહી હોવાથી સામાજીક કાર્યકર રિતેશ ફોફડીએ કલેકટરને રજુઆત કરી ઇમરજન્સી જાહેર કરવા માંગ કરી છે.
વેરાવળ શહેરમાં કોવિડ મહામારીનું સંક્રમણ ખુબ ઉંચે પહોચ્યું છે. સરકારી આંકડા મુજબ અત્યારે ૩૯ વ્યકિતઓના મૃત્યુ થઇ ચુકયા છે. અને શંકાસ્પદ મૃત્યુનો આંકડો ખુબ ગંભીર છે.
હાલમાં કોરોના બીમારીની સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લગભગ ૧૬ જેટલા વેન્ટિલેટર છે પરંતુ ફિજીશીયન ડોકટરના અભાવે આ વેન્ટિલેશનની વ્યવસ્થાનો પૂરતો ઉપયોગ નથી થઇ રહ્યો. ખાનગી હોસ્પિટલના જય વેન્ટિલેટરની વ્યવસ્થા છે તે હોસ્પિટલની સુવિધાનો લાભ પણ જરુરીયાત વાળા દર્દીને નથી મળી રહ્યો.કલેકટરના ક્ષેત્રમાં આવતા કાયદાનો ઉપયોગ કરી, વેરાવળ શહેરમાં ઇમરજન્સી જાહેર કરી વેરાવળ શહેરમાં જે ડોકટર્સ અને ફીજીશીયનની ડીગ્રી ધરાવે છે તેમની સેવા અગત્યની સેવા તરીકે સરકારી હોસ્પિટલમાં લેવી અત્યંત આવશ્યક છે. તેમજ ખાનગી હોસ્પિટલ છે અને જયાં વેન્ટિલેટરની સુવિધા છે એ તમામ હોસ્પિટલ ગરીબ અને જરુરીયાત વાળા દર્દીઓ માટે કોવિદ હોસ્પિટલમાં સમાવેશ કરી જે દર્દીઓ સારવારના અભાવે મૃત્યુ પામી રહ્યા છે. એમનો જીવ બચાવવા જરુરી તમામ પગલાં તાત્કાલીક ધોરણે લેવા માંગણી કરી છે.આ ઉ૫રાંત વેરાવળ શહેરમાં જો જરુરી હોય તો ચોકકસ સમય મર્યાોદા માટે લોક ડાઉનની જાહેરાત કરવા પણ રજુઆત કરી છે.