સંપૂર્ણ દેવામાફી સહિત વિભિન્ન માંગોને લઈને અખિલ ભારતીય કિસાન સભા તરફથી કાઢવામાં આવેલો મોર્ચો સોમવારે નાસિકથી મુંબઈના આઝાદ મેદાનમાં પહોંચી ગયો છે. 200 કિલોમીટરની પદયાત્રા કર્યાં બાદ ખેડૂતો વિધાનસભાનો ઘેરાવ કરશે. ખેડૂતોના સમર્થનમાં સત્તારૂઢ શિવસેના અને રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પણ આવી ગઈ છે. મોડી રાત્રે ખેડૂતોને મળવા પહોંચેલા રાજ ઠાકરેએ કહ્યું કે, “તેઓને જ્યારે મારી જરૂર હશે, હું હાજર થઈ જઈશ.” કોંગ્રેસે પહેલાં જ આ મોર્ચાને સમર્થન આપી દીધું છે. સોમવારે મુખ્યમંત્રી અને ખેડૂત સભાના પ્રતિનિધિ મંડળ વચ્ચે બેઠક થશે.
Trending
- જો..જો હોટલના રૂમમાં લગાવેલ આ વસ્તુ લાઈટ નથી પણ સ્પાય કેમેરા છે
- ભારતની એવી જગ્યાઓ જેની મુલાકાત લેવા પરવાનગી જરૂરી, જાણો કારણ
- હાડકાંમાંથી ‘કટ-કટ’નો અવાજ આવે છે..?
- સૂતા પહેલા ગોળ+ગરમ પાણીના આ નુસખાથી ગંભીર બીમારીઓ થશે છુમંતર
- શું તમે પણ કાશ્મીરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો? તો આજે જ લિસ્ટમાં સામેલ કરો આ પ્રવૃત્તિ
- ‘માવા’ લવર્સ દાંત સાફ કરવા હોઈ તો આ વાંચી લો
- કેવી રીતે ટોપિક X પર રાતોરાત ટ્રેન્ડ કરવા લાગે છે..!
- તમારા બાળકને મજબુત બનાવવા દરરોજ પીવડાવો આ સ્મૂધી