સૌરાષ્ટ્ર યુનિ.ના સેનેટ સિન્ડીકેટ સભ્યોનું પ્રતિનિધિ મંડળ દ્વારા હિમાચલ પ્રદેશ યુનિ. ખાતે મુલાકાત બાદ અહેવાલ રજૂ કરાયો
સૌ.યુનિ.ની મંજુરીથી આ યુનિ.ના ૧૭ સેનેટ સભ્યો તા.૨૩ થી તા.૨૫ દરમિયાન હિમાચલ પ્રદેશ ખાતે શૈક્ષણીક પ્રવાસ અર્થે ગયા હતા આ પ્રવાસ દરમિયાન એસો. ઓફ ઈન્ડીયન કોલેજ પ્રિન્સીપાલ માટે આયોજીત પરિસંવાદમાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં એસો. ઓફ ઈન્ડીયન કોલેજ પ્રિન્સી.ના પ્રેસીડન્ટ સુભાષભાઈ બ્રહ્મભટ્ટ ઉપસ્થિત હતા
સુભાષભાઈ બ્રહ્મભટ્ટે કાર્યક્રમ દરમિયાન સૌ.યુનિ.ના કુલપતિ પ્રત્યે કુતજ્ઞતા વ્યકત કરતા જણાવ્યું હતુકે સૌ.યુનિ.થી ચાર સીન્ડીકેટ સભ્યો અને તેર સેનેટ સભ્યોનું સ્વાગત કરૂ છું. આ કાર્યક્રમમાં હિમાચલ પ્રદેશ સરકારના શિક્ષણ સચિવ ડો. અરૂણકુમાર શર્મા, બહારા વિશ્ર્વવિદ્યાલયના ચાન્સેલર એસ. ગુરવિન્દર સિંઘ, વાઈસ ચાન્સેલર ડો. સતીષકુમાર જી.એન.એ. યુનિ.ના વાઈસ ચાન્સેલર વી.કે.રતન, પ્રિન્સીપાલ એસો.ના સેક્રેટરી ડો.રાજકુમાર મહાજન, વિદ્વાન અધ્યાપકો, આચાર્યો હાજર હતા. આ પરિસંવાદમા પ્રવર્તમાન સમયમાં રાષ્ટ્રીય કક્ષાએ આચાર્યોનો શિક્ષણના વિકાસમાં કેવા પ્રકારની ભાગીદાર હોય શકે તે અંગે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. આ રાષ્ટ્રીય પરિસંવાદમાં પરિવર્તન માટે ઉચ્ચ શિક્ષણ કઈ દિશામાં લઈ જવું જોઈએ તે અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી.
આ યુનિ.માં ખૂબજ અગત્યની એવી અંધ વિદ્યાર્થીઓ માટે પુસ્તકાલયની વ્યવસ્થા જોવા મળી આપણી યુનિ.માં અંધ અને દિવ્યાંગ બાળકો માટે વિશેષ પુસ્તકાલય એમાં પણ ખાસ કરીને રીડીંગ ‚મની વ્યવસ્થા ઉભી કરવી જોઈએ તેવો બધા સેનેટ સભ્યોનો મત હતો.
સૌ.યુનિ.નું ડેલીગેશન હિમાચલ પ્રદેશ યુનિ.માં જાય તેના બે દિવસ પૂર્વે જ હિમાચલ પ્રદેશ સરકારમાં કાર્યરત સીવીલ સર્વીસ વિભાગમાંથી કે.કે. ર્મા કુલસચિવ તરીકે બદલીથી જોડાયા હતા તેઓ સરકા પ્રસાશનમાંથી આવતા હોય યુનિ. અને સરકાર વચ્ચે તાલમેલ સાધવાના આ પ્રકારની વ્યવસ્થાની માહિતી આપી હતી.
હિમાચલ પ્રદેશ યુનિ. પરીક્ષા નિયામક ડો.નેગીએ ત્યાંની પરીક્ષા પધ્ધતિની જાણકારી સેનેટ સભ્યઓના ડેલીગેશનને આપી હતી. સૌ. યુનિ. સીન્ડીકેટ સભ્યો અને સેનેટ સભ્યો વતી ડો. નિદત પી. બારોટ સૌ.યુનિ.ની શૈક્ષણીક વ્યવસ્થા અને ગુજરાતમાં કાર્યરત વિવિધ શૈક્ષણીક સંસ્થાઓ જેવી કે આઈઆઈઆઈએમ, નિરમા, એનઆઈડી, ચિલ્ડ્રન યુનિ. ટીચર યુનિ, ફોરેન્સીક, યુનિ. સ્પોર્ટસ યુનિ, ઈન્ફ્રાસ્ટ્રકચર મેનેજમેન્ટ યુનિ., લો યુનિ. ટેકનોલોજીકલ યુનિ., કૃષિ યુનિ. પદાધિકારીઓ સમક્ષ રજૂ કરી હતી. આ કામગીરીથી હિમાચલ પ્રદેશ યુનિ.ના કુલસચિવે પ્રભાવિત થઈ અને ગુજરાતની આ કામગીરીની સરાહના કરી હતી.
સૌ.યુનિ.દ્વારા કરવામાંવતા વિદ્યાર્થીઓનાં થેલેસેમીયા ટેસ્ટ, વિદ્યાર્થીઓ માટે ઈન્સ્યોરન્સ સ્કીમ અને યુનિ.એ ગોલ્ડ બોન્ડમાં મુકેલ થાપણ અંગે યુનિ.નાં સિન્ડીકેટ સભ્ય ડો. ધરમ કાંબલીયાએ માહિતી આપી હતી જેની ત્યાંના સતાધીશોએ વિગતે માહિતી મેળવી પ્રશંસા વ્યકત કરી હતી.
એકંદરે સૌ.યુનિ.નું આ પ્રતિનિધિ મંડળ હિમાચલ પ્રદેશ યુનિ.ની શૈક્ષણીક અને વહીવટી વ્યવસ્થાનો અભ્યાસ કરી તેની સારી બાબતો આપણી યુનિ.માં ઉમેરી શકાય તેને ધ્યાને લઈ આ અહેવાલ સંયુકત રીતે આપી રહી છે.
યુનિ.વતી હિમાચલ પ્રદેશ યુનિ.ના કાર્યકારી કુલપતિ ડો. ચૌહાણ કુલસચિવ કે.કે. શર્મા પરીક્ષા નિયામક નેગી અને યુનિ.ના વિવિધ અધ્યાપકોને આપણી યુનિ.ની મુલાકાતે આવવા નિમંત્રણ આપ્યું હતુ.