અબતક,ચેતન વ્યાસ, રાજુલા
રાજુલા તાલુકાનું ચાંચબંદર દરિયાય પટ્ટી ઉપર આવેલું ગામ છે જ્યાં આજુ – બાજુમાં અરબી સમુદ્ર ઘૂઘવાટા મારે છે . આ ગામના લોકો મુખ્યત્વે મજુરી સાથે સંકળાયેલા લોકો છે અને મજુરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે . વર્ષો પહેલા ૠઇંઈક કંપનીના લીધે 8 થી 10 હજાર લોકોને રોજગારી મળતી હતી આ જીએચસીએલ કંપનીને જમીન ફાળવી તેની શરતોમાં પણ અને સરકાર સાથે થયેલા કરારો મુજબ પણ જીએચસીએલ કંપનીને સ્થાનિક લોકોને રોજગારી આપવાનો નિયમ હોવા છતાં અને આ અંગેની અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે.
છતાં પણ જીએચસીએલ કંપની દ્વારા કામમાં મજૂરોને રાખવાને બદલે જેસીબી અને આધુનિક મશીનો થી કામ શરૂ કરી દેવામાં આવતા મશીનરીના ઉપયોગને લીધે ધીમે – ધીમે સ્થાનિક લોકોની રોજગારી ઘટતી ગઈ અને લોકો બેરોજગાર બનવા લાગ્યા અને મજુરી પર નભતા થયા . અને મજૂરી કરવા માટે આ લોકોને એટલે કે ચાંચ બંદર અને આજુબાજુના વિસ્તારના લોકોને બહારગામ મજૂરી કરવા જવું પડે છે.
ચાંચબંદરનો દરિયો સારી ઊંડાઈ ધરાવે છે માટે તેના કિનારે ફિશિંગ જેટી બનાવવામાં આવે તો સ્થાનિક લોકો માછીમારી દ્વારા રોજગારી પ્રાપ્ત કરી શકે તેમ છે અને અહીં વસતા અને સામાન્ય જીવન જીવતા લોકોની રોજી – રોટી માટે ઘણું સારૂ થઈ શકે.અહી સરકારી આલ્કોક એશડાઉન કંપની પણ આવેલી હોય જો ચાંચબંદર ગામે ફિશિંગ જેટી બનાવવામાં આવે તો આ વિસ્તાર માટે , આ વિસ્તારના લોકો માટે ખુબજ લાભ દાયક બાબત સાબિત અને ફિશરીઝ થકી આ વિસ્તારના લોકોને રોજગારી મળી શકે તેમ છે તેવું ધારાસભ્ય અંબરીષભાઈ ડેર દ્વારા જણાવાયું હતું.
આગે સ્થાનિક લોકો દ્વારા એવું પણ જણાવાય રહેલ છે કે આજે તેને કારણે લોકોને ખૂબ જ લાભ થશે. તેમજ આ જીએચસીએલ કંપની સામે પણ શરતભંગની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી રહેલ છે .