રાજ્યના પૂર્વ મંત્રી અને પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા એ મુખ્યમંત્રીને પત્ર લખી ખેડૂતોના હીત માં હળવદ ના રણમાં વેડફાટા બ્રાહ્મણ નદીના પાણીને બચાવવા માટે બ્રાહ્મણી-3 ડેમ બાંધવા માટે રજૂઆત કરી છે
હળવદમા સૌથી મોટા ડેમ આવેલા છે બ્રાહ્મણી-1 અને બ્રાહ્મણી-2 જેથી વરસાદી પાણી નો સંગ્રહ થઈ શકે છે જેના કારણે ખેડૂતોને પણ પીયત માટે મોટો લાભ મળતો હોય છે ત્યારે રાજ્યના પૂર્વ મંત્રી અને હાલા પ્રદેશ ભાજપ અધ્યક્ષ જયંતીભાઇ કવાડીયા એ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને પત્ર લખી રજૂઆત કરી છે કે રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે નર્મદા યોજનાને વધુ અસરકારક બનાવતા હાલ હળવદ તાલુકા થતા સૌરાષ્ટ્રના તાલુકાઓમા નર્મદા યોજનાનો લાભ મળ્યો છે જેના થકી ખેડૂતો ઉતરોતર પ્રગતિ કરી રહ્યા છે
નર્મદા ને કારણે હળવદ તાલુકામાં બાગાયતી ખેતી નું વાવેતર તથા પિયત વિસ્તારમાં વધારો થયો છે તાલુકામાં બ્રાહ્મણી-1 અને બ્રાહ્મણી-2 ડેમ દ્વારા સિંચાઇનો લાભ મળે છે હળવદ તાલુકામાંથી પસાર થતી બ્રાહ્મણી નદી અજીતગઢ, માનગઢ થઈ રણમાં જાય છે આ નદી ઉપર અજીતગઢ અને માનગઢ વચ્ચે નદીનું પાણી રણમાં પહોંચે તે પહેલા રોકવા માટે મોટો ડેમ બ્રાહ્મણ-3 બનાવી પાણીનો સંગ્રહ કરી શકાય તેમ છે
આ ડેમ બનાવવાથી નદીનું પાણી રણમાં વેડફાટ છે તે બચે અને પાણીનો સંગ્રહ થઇ શકશે જેથી આજુબાજુના ગામોને સિંચાઇનો લાભ મળશે સાથે જ બોરવેલમાં પણ પાણીના સ્તર ઊંચા આવશે તથા રણની ખારાસ નો ભાગ પણ વધશે નહીં ઉપરાંત રણકાંઠાના ગામડાંઓના ખેડૂતોને ખેતી માટે સિંચાઇનો લાભ મળશે અને સાથે સાથે પીવાના પાણીની સમસ્યાનો કાયમી માટે ઉકેલ લાવી શકાય તેમ છે